<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

વાસદના મહીસાગર બ્રિજ પર હાઈવોલ્ટેજ અને હૃદયધડક લાઈવ ડ્રામા: ગૃહક્લેશથી કંટાળી મોતની છલાંગ લગાવતા પતિ-પત્ની માટે પોલીસ બની 'દેવદૂત', છેલ્લી સેકન્ડે મોતના મુખમાંથી ખેંચી લાવ્યા:ભારે સનસનાટી

બ્રિજની રેલિંગ પરથી નદીમાં કૂદવા જતાં દંપતીને જાંબાઝ પોલીસે દબોચી લીધા: ફિલ્મી સ્ટાઈલમાં થયેલા રેસ્ક્યુ ઓપરેશનથી હાઈવે પર લોકોના શ્વાસ અધ્ધર થયા

આણંદ: આણંદ અને વડોદરા જિલ્લાની સરહદ સમાન વાસદ ખાતે આવેલા મહીસાગર નદીના પુલ પર આજે હૃદયના ધબકારા બંધ કરી દે તેવી એક સનસનાટીભરી ઘટનામાં ઘરકંકાસથી કંટાળીને નદીમાં કૂદી આત્મહત્યા કરવા ગયેલા પતિ-પત્નીને સ્થાનિક પોલીસે દિલધડક રીતે બચાવી લીધા હોવાના પાકા સમાચાર મળતા ચારેકોર પોલીસની બહાદુરીના ભારોભાર વખાણ થઈ રહ્યા છે. મળતી વિગતો મુજબ, કૌટુંબિક ઝઘડાઓથી કંટાળી ગયેલું એક દંપતી આત્યંતિક પગલું ભરવા માટે વાસદ બ્રિજ પર પહોંચ્યું હતું. બંને જણા નદીના ઊંડા પાણીમાં પડતું મૂકવાની તૈયારીમાં જ હતા, બરાબર એ જ કટોકટીની પળે ત્યાંથી પસાર થઈ રહેલી વાસદ પોલીસની પેટ્રોલિંગ ટીમના જવાનો સિંહની માફક ત્રાટક્યા હતા અને જીવના જોખમે દંપતીને પાછળથી પકડી પાડી પુલની નીચે ખાબકતા બચાવી લીધા હતા. પોલીસે કલાકો સુધી બંને સાથે બેસીને સમજાવટભર્યું કાઉન્સેલિંગ કર્યું હતું અને જીવનનું મહત્વ સમજાવીને પરિવારને સોંપતા બ્રિજ પર એકત્ર થયેલા વાહનચાલકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી!

ન્યુ વીઆઇપી રોડ ઉપર રહેતા કરણ મારવાડી અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોવાથી ગઈકાલે કંટાળેલા પતિ પત્નીને સ્કૂટર ઉપર વાસદ બ્રિજ સુધી લાવ્યો હતો. બંને જણાએ જિંદગીથી કંટાળ્યા હોવાથી આપઘાત કરવાનો નિર્ણય લઇ લીધો હતો. દરમિયાન મા કોઈ વ્યક્તિ ની તેમના ઉપર નજર પડતા ત્યાં પેટ્રોલિંગ કરતી નંદેસરી પોલીસને જાણ કરી હતી. બંને પતિ પત્ની પરથી કૂદવાની તૈયારી કરે ત્યાં જ પોલીસ આવી ગઈ હતી અન બંનેને અટકાવી પોલીસ સ્ટેશન લાવી હતી. પોલીસ તેમજ કાઉન્સિલર દ્વારા પતિ પત્નીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને એકબીજાના સહયોગથી જીવન રથ આગળ વધારવા સમજાવતા બંને જણાએ પોતાના ઉતાવળિયા નિર્ણય બાબતે અફસોસ વ્યક્ત કર્યો હતો અને હવે પછી એકબીજાને મદદરૂપ થઈ જીવન જીવવા ખાતરી આપી હતી.

(5:11 PM IST)