News of Monday, 15th June 2026
નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ ધરણા પર બેઠા : ભાજપના જિલ્લા પ્રમુખ નિલ રાવ સામે બળાપો ઠાલવ્યો
જિલ્લા પ્રમુખ દ્વારા વારંવાર અપમાન કરાતું હોવાનો આક્ષેપ:વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષની સફળતા અંગેના કાર્યક્રમમાં ડખો:મહિલા ધારાસભ્યનું અપમાન થતાં કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યુ

નર્મદા: જિલ્લા ભાજપમાં હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે. નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ ધરણા પર બેઠા છે. નર્મદા ભાજપના જિલ્લા પ્રમુખ નિલ રાવ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો . જિલ્લા પ્રમુખ દ્વારા વારંવાર અપમાન કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે. વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષની સફળતા અંગેના કાર્યક્રમમાં ડખો થયો હતો . મહિલા ધારાસભ્યનું અપમાન થતાં કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યુ હતું . મહિલા ધારાસભ્યનો પ્રોટોકોલ ન જળવાયો, સ્વાગત પણ ન કરાયાનો આક્ષેપ કર્યો છે. ધારાસભ્ય નારાજગી વ્યક્ત કરી ગાંધી ચોક વડીયા ખાતે ધરણા પર બેઠા છે. ડૉ. દર્શના દેશમુખે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
