News of Monday, 15th June 2026
ખેડૂત આંદોલનમાં વિવાદ થતા બે ફાંટા :ખૂબ ઓછી સંખ્યામાં ખેડૂતો સભાસ્થળે પહોંચ્યા: મોટાભાગના હાઈવે પરથી પરત ફર્યા
સભાને સંબોધન કરતી વખતે પાલ આંબલિયાએ કહ્યુ ભાંગી પડ્યો. ખેડૂતોને કેટલાક લોકોએ આવીને ગેરમાર્ગે દોર્યા: ખેડૂતો સાથે રાજકારણ કરતો હોવાની લોકો અફવા ફેલાવે છે

અમદાવાદ: ખેડૂત આંદોલનમાં વિવાદ થતા બે ફાંટા પડી ગયા છે. ખૂબ ઓછી સંખ્યામાં ખેડૂતો સભાસ્થળે પહોંચ્યા હતા મોટાભાગના ખેડૂતો હાઈવે પરથી પરત ફર્યા. ખેડૂત આંદોલનમાં વિવાદ થયો હોવાનું પણ સામે આવ્યું છે. પાલ આંબલિયા પર આક્ષેપ થતા તેઓ ભાવૂક થયા હતા. સભાને સંબોધન કરતી વખતે પાલ આંબલિયાએ કહ્યુ ભાંગી પડ્યો છું . ખેડૂતોને કેટલાક લોકોએ આવીને ગેરમાર્ગે દોર્યા છે. ખેડૂતો સાથે રાજકારણ કરતો હોવાની લોકો અફવા ફેલાવે છે. ખેડૂતોને અપીલ કે તમારા માટે લડત લડતા લોકોને હિંમત આપો. છેલ્લા 10 દિવસથી હું ઘરે નથી ગયો. મારા પરિવાર સાથે ચર્ચા બાદ હવે લડવુ કે નહીં તેનો નિર્ણય કરીશ.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
