News of Monday, 15th June 2026
સુરતના પલસાણાના જોડવા ગામે ડોનિયર મિલ નજીક ગોડાઉનમાં ભીષણ આગ :સમગ્ર વિસ્તારમાં અફરાતફરી
ગોડાઉનમાં રાખેલા વેસ્ટેજ કાપડના મોટા જથ્થામાં આગ લાગતા જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

પલસાણા તાલુકાના જોડવા ગામે ડોનિયર મિલ નજીક આવેલા ગોડાઉનમાં સોમવારે બપોરે ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં રાખેલા વેસ્ટેજ કાપડના મોટા જથ્થામાં આગ લાગતા જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
આગ એટલી ભયંકર હતી કે ગોડાઉનમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. ધુમાડાના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કડોદરા સ્થિત PEPL ફાયર બ્રિગેડની બે ફાયર ટેન્ડર સહિત અન્ય ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
ગોડાઉનમાં રહેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે આગ બુઝાવવાની કામગીરીમાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
