<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

રાષ્‍ટ્રીય સુરક્ષા પાર્ટ ૨: સરહદની ચામડી બાળતી ગરમી વચ્‍ચે ADGP અજય ચૌધરીએ કચ્‍છના લોકોની સમસ્‍યાઓ જાણી

જાટાવાળા-શિરાનીવાંદમાં લોકસંવાદઃ પાણી, વીજળી, શિક્ષકની અછતથી હાઈવેની સ્‍પીડ સુધીના પ્રશ્નોનો તાગ મેળવ્‍યો : કચ્‍છ સરહદો, લોકોના માનસના અભ્‍યાસુ કચ્‍છ પૂર્વ એસપી સાગર બાગમાર પણ રાષ્‍ટ્રીય સુરક્ષા મિશનમાં રાત્રી બેઠક, લોક મુલાકાત, BSF જવાનો સાથે સંવાદમાં અજય ચોધરી સાથે ઉપસ્‍થિત રહ્યા

રાજકોટ તા.૧૬: નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ શરૂ થયેલા ‘‘રાષ્‍ટ્રીય સુરક્ષા પાર્ટ ૨'' અભિયાન અંતર્ગત CID ક્રાઈમના ADGP અજય ચૌધરી કચ્‍છના સરહદી ગામોની મુલાકાતે પહોંચ્‍યા. આ પહેલા ૮ સિનિયર IPSની ટીમ પણ ગામડે ફરી હતી, જેનો રેફરન્‍સ લઈ ADGPએ ફોલોઅપ વિઝિટ કરી.

ADGP અજય ચૌધરીએ શું શું સમસ્‍યાઓ જાણી? 

ADGP અજય ચૌધરીએ જાટાવાળા અને શિરાનીવાંદ ગામે ગ્રામજનો સાથે લોકસંવાદ યોજી રૂબરૂ પ્રશ્નો સાંભળ્‍યા. વિડીયો મુજબ ગ્રામજનોની મુખ્‍ય રજૂઆતો આ મુજબ હતીઃ ૧.  પીવાનું પાણીઃ નર્મદા યોજનાનું પાણી ગામ સુધી લાવવા અને પીવાના પાણીની કાયમી સમસ્‍યા હલ કરવાની માંગ ઉઠી. ૨.  વીજળીની રામાયણઃ ગામમાં અવારનવાર વીજળી જતી રહેતી હોવાની ફરિયાદ ADGP સમક્ષ રજૂ થઈ. ૩.  શિક્ષણ-આરોગ્‍યઃ શિરાનીવાંદ પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉઠ્‍યો. ADGPએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને ઉચ્‍ચ શિક્ષણ મેળવી IPS-IAS બનવા પ્રેરણા આપી. ૪.રસ્‍તા અને હાઈવેઃ ગામના આંતરિક રસ્‍તાઓ ઉપરાંત નેશનલ હાઈવે પર વાહનોની બેફામ સ્‍પીડ પર અંકુશ મેળવવા સ્‍પીડ બ્રેકર બનાવવાની માંગ કરાઈ.

ADGPએ શું કહ્યું? 

વિડીયોમાં ADGP અજય ચૌધરીએ જણાવ્‍યું કે, ‘‘બોર્ડર બોર્ડર રિલીઝ છે તે ગામોના લોકો સાથે મીટિંગ કરી. તેમની પ્રોબ્‍લેમ્‍સ જાણી અને કેવી રીતે બેટર કો-ઓર્ડિનેશન થઈ શકે, પોલીસ-BSF અને તમામ એજન્‍સી મળીને ભારત દેશની સુરક્ષા માટે બોર્ડર કેવી રીતે મજબૂત રહે તે માટે બે દિવસની વિઝિટ પૂરી થઈ.''

આગળ શું? 

ADGP દ્વારા તમામ રજૂઆતોનો રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. હર્ષ સંઘવીની સૂચના મુજબ અગાઉના કેટલા પ્રશ્નો હલ થયા અને નવા કયા ઉભા થયા તેનું ફોલોઅપ પણ આ રિપોર્ટમાં સામેલ કરાશે.

(11:06 AM IST)