<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

સિંહોનું વેકેશન ૭ દિવસ લંબાયુ

આ વર્ષે ચોમાસુ મોડુ હોવાના કારણે એક સપ્તાહ સુધી સિંહ દર્શન થઇ શકશે

રાજકોટ, તા., ૧૬: એશિયાટિક સિંહના આશ્રયસ્‍થાન ગીર જંગલમાં પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્‍યા છે. વન વિભાગે સિંહોના વાર્ષિક વેકેશનની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ જાહેરાત થઈ હતી કે આ વર્ષે ગીર સફારી પાર્ક ૧૫ જૂનથી બંધ કરી દેવાશે, પરંતુ હવે તે નિર્ણય રદ કરીને બંધની તારીખ ૨૩ જૂન નક્કી કરવામાં આવી છે. આમ સિંહોનું વેકેશન ૭ દિવસ વધી ગયું છે.

ગીર નેશનલ પાર્કના સેન્‍ચ્‍યુરી સુપ્રિન્‍ટેન્‍ટ અગ્નિશ્વર વ્‍યાસના જણાવ્‍યા મુજબ આ વર્ષે ચોમાસાની શરૂઆત મોડી થઈ છે. જૂનના પહેલા ૧૫ દિવસમાં અપેક્ષિત વરસાદ ન પડતા જંગલમાં ઘાસ ઉગ્‍યું નથી અને પાણીના કુંડ પણ ભરાયા નથી. સિંહોના પ્રજનન અને મેટિંગ સીઝન દરમિયાન તેમને શાંતિ અને પૂરતો ખોરાક મળી રહે એ જરૂરી છે. એટલે વન વિભાગે વેકેશન ટૂંકાવવાનો પ્રારંભિક નિર્ણય રદ કરીને પરંપરાગત સમય મુજબ ૨૩ જૂનથી પાર્ક બંધ રાખવાનું નક્કી કર્યું છે.

અગિ્નશ્વર વ્‍યાસએ જણાવ્‍યું છે કે, સામાન્‍ય રીતે દર વર્ષે ૧૫ જૂન સફારીનો અંતિમ દિવસ હોય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી ચોમાસાનું સત્તાવાર આગમન થયું નથી અને વરસાદ પડ્‍યો નથી. હાલના તબક્કે અભયારણ્‍ય વિસ્‍તારના કાચા રસ્‍તાઓ સારી સ્‍થિતિમાં છે અને સફારી વાહનો જઈ શકે તેમ છે. સ્‍થાનિક પરિસ્‍થિતિ અને ભૌગોલિક સંજોગોને ધ્‍યાનમાં રાખીને આ વર્ષે ૨૨ જૂન સુધી જંગલ સફારી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

સાસણ ગિરમાં દર વર્ષે ઓક્‍ટોબર મહિનાથી શરૂ થતી સફારી જૂન મહિના સુધી ચાલતી હોય છે. આ શૈક્ષણિક અને પ્રવાસન વર્ષ દરમિયાન પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્‍યો છે. વન વિભાગના સત્તાવાર આંકડા મુજબ, ઓક્‍ટોબર ૨૦૨૫થી જૂન ૨૦૨૬ સુધીના સમયગાળામાં ૨ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ ગિરના જંગલમાં સફારીની મજા માણી છે અને સિંહોના જીવંત દર્શન કર્યા છે. ચોમાસાના ચાર મહિનાનો સમયગાળો સિંહ, દીપડા, હરણ, સાબર, ચિકારા સહિતના વન્‍ય જીવો માટે પ્રજનન એટલે કે સંવનનકાળ ગણવામાં આવે છે. આ સંવેદનશીલ સમયગાળામા વન્‍યજીવોની એકાંતમાં કોઈ માનવીય ખલેલ ન પહોંચે અને તેઓ મુક્‍ત રીતે શાંત પૂર્ણ માહોલમાં રહી શકે તે હેતુથી વન વિભાગ દ્વારા દર વર્ષે નિયમિતપણે આ નિર્ણય લેવામાં આવે છે. ચાર મહિનાના આ વેકેશન બાદ, ચોમાસું પૂર્ણ થતાં જ આગામી ૧૬ ઓક્‍ટોબરથી ગીર નેચર સફારી પટક પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લો મૂક્‍વામાં આવશે. તેમ અગિ્નશ્વર વ્‍યાસે જણાવ્‍યું છે.

(1:16 PM IST)