News of Wednesday, 17th June 2026
અમદાવાદ AMTS ડેપોમાં ગંભીર બેદરકારી : ધૂળ ખાતી બસો અને દારૂની બોટલો મળી :JBM અને સિક્યુરિટી એજન્સીને દંડ ફટકાર્યો
લાલ દરવાજા ખાતે રૂપાલી કન્સેસન પાસ ડેપો જ્યાં એક સમય બસોની અવરજવર રહેતીત્યાં હવે ચોંકાવનારા દ્રશ્યો

અમદાવાદ AMTS ડેપોમાં ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં લાંબા સમયથી ઉભી રહેલી બસો ધૂળ ખાતી જોવા મળી હતી. આ દરમિયાન સિક્યુરિટી વચ્ચે પણ ડેપોમાં દારૂની બોટલો મળી આવતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. ઘટનાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. બસ ઓપરેટ કરતી JBM એજન્સીને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે સિક્યુરિટી એજન્સી પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત, AMTSના અધિકારીઓને દૈનિક રાઉન્ડ લેવાની સૂચના આપવામાં આવી છે જેથી આવી બેદરકારી ફરી ન બને. AMCએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં તમામ બસોને ફરીથી નિયમિત રીતે દોડાવવામાં આવશે અને વ્યવસ્થામાં સુધારો લાવવામાં આવશે.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
