<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

અરવલ્લીના નવલપુર નજીક એસટી બસને અકસ્માત નડ્યો: બસ સીધી ઊંટ સાથે ધડાકાભેર અથડાઈ પડી

રાણીપ (અમદાવાદ) થી મોડાસા તરફ જઈ રહેલી એસટી બસના રૂટ પર નવલપુર પાસે અચાનક એક ઊંટ આવી ગયું

અરવલ્લી જિલ્લાના નવલપુર નજીક આજે એક એસટી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. રાણીપ (અમદાવાદ) થી મોડાસા તરફ જઈ રહેલી એસટી બસના રૂટ પર નવલપુર પાસે અચાનક એક ઊંટ આવી ગયું હતું. ચાલકે બસ પર કાબૂ મેળવવાનો પૂરો પ્રયાસ કર્યો હોવા છતાં, બસ સીધી ઊંટ સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. આ ગમખ્વાર ટક્કર એટલી જોરદાર હતી કે ઊંટનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

(12:54 AM IST)