તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Wednesday, 17th June 2026
બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓ તથા દરિયાકાંઠાના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદી માહોલ
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં પડવાની શક્યતા

અમદાવાદ : નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અનુસાર, 17થી 19 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓ તથા દરિયાકાંઠાના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે.
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં પડવાની શક્યતા છે. જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 20થી 26 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનો મોહાલ જોવા મળી શકે છે અને રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે એટલે કે હાલ જે 40 ડિગ્રીની આસપાસ ગરમી નોંધાઇ રહી છે તેની આસપાસ આગામી સાત દિવસ મહત્તમ તાપમાન રહી શકે છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
