<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

સુરતના નાસીર નગર કથિત નકલી ડિમોલિશન કેસમાં નવા ખુલાસા : તપાસ અધિકારી મહેશ ચાવડા આઠ દિવસની રજા પર ઉતરી ગયા

હવે મહેશ ચાવડાની બદલે કોઈ અન્ય તપાસ કરશે કે શું તેને લઈ ચર્ચા: RDD વિભાગના કાર્યપાલક સુજલ પ્રજાપતિ કચેરીમાંથી ઓચિંતા ગાયબ થયા અને છેલ્લા કેટલાક દિવસોથી સુજલ પ્રજાપતિની કચેરીમાં અનિયમિત હાજરી

સુરતના નાસીર નગર કથિત નકલી ડિમોલિશન કેસમાં તપાસ સમિતિના સભ્ય મહેશ ચાવડાનું નામ રિપોર્ટમાં ઉમેરાયું છે અને મહેશ ચાવડા આઠ દિવસની રજા પર ઉતરી ગયા હોવાની વાત સામે આવી છે. હવે મહેશ ચાવડાની બદલે કોઈ અન્ય તપાસ કરશે કે શું તેને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ RDD વિભાગના કાર્યપાલક સુજલ પ્રજાપતિ કચેરીમાંથી ઓચિંતા ગાયબ થયા છે અને છેલ્લા કેટલાક દિવસોથી સુજલ પ્રજાપતિની કચેરીમાં અનિયમિત હાજરી જોવા મળી રહી છે.

તપાસ કમિટીમાં શામેલ મહેશ ચાવડા 17 થી 24 જૂન સુધી રજા પર ઉતર્યા છે, ત્યારે તપાસમાં સમિતિમાં શામેલ મહેશ ચાવડાના સ્થાને તપાસ કોણ કરશે તેવા સવાલ સામે આવી રહ્યા છે. જ્યારે કેટલાક અધિકારીઓ તપાસમાં સહકાર ન આપતા હોવાની પણ ચર્ચા આવી છે. કથિત નકલી ડિમોલિશન કાંડ મામલે ક્યાંક ને ક્યાંક ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

 

નાસીરનગર પાસેની કરોડી જગ્યાનો વિવાદ વર્ષોથી ગાજી રહ્યો છે. લોકચર્ચા મુજબ, અહીં નજીકમાં જ વર્ષ 2021માં 385 ઝૂપડાં ખાલી કરાવી ઝુપડાદીઠ 80 હજાર અપાયા હતા. 2023 માં 30 જેટલા ઝુપડાં ખાલી કરાવી બે-બે લાખ અપાયા હતા. હવે 40 ફૂટના પાલિકા રોડ પાસેના ઝૂપડાના નકલી ડિમોલિશનથી ઊહાપોહ મચી ગયો છે.

 

પાલિકાના વોર્ડ નંબર-7 માં આવતા ઝૂપડા તોડાયા છે. તકનીકી રીતે આ ઝુપડાં સેન્ટ્રલ ઝોનમાં આવે છે, પરંતુ વેરાબિલ, પ્રાથમિક સુવિધા કતારગામ ઝોનના નામે છે.

 

સુરતમાં વેડ દરવાજા નાસીરનગર ડિમોલિશન કાર્યવાહી બાદ વિવાદ સર્જાયો છે. આ મામલે હવે કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પાલિકા દ્વારા આ ડિમોલિશન કરાયું નથી. સેન્ટ્રલ ઝોન દ્વારા લાઈન દોરીની કામગીરી થઈ છે.

ધારાસભ્યે જણાવ્યું કે, લાઈન દોરી માટે અધિકારીઓ ગયા હતા. મ્યુ. કમિશનર પાસે મેં માહિતી મેળવી છે. મ્યુ. કમિશનર દ્વારા કહેવામાં આવ્યું અમે નથી કર્યું. ડિમોલિશન કોણ કરી ગયું તેની તપાસ કરાશે.

(1:51 PM IST)