તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Tuesday, 4th August 2026
સુરત ખરવરનગર BRTS જંક્શન પર મુસાફરોના મોબાઈલ ચોરવાનો પ્રયાસ :મેથીપાક ચખાડ્યો
લોકોના ટોળાએ તેને જાહેરમાં બરાબરનો મેથીપાક ચખાડ્યો: લોકોએ મોબાઈલ ચોરને પકડી રાખીને પોલીસને જાણ કરી:કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યો

સુરતમાં મુસાફરોની સતર્કતાના કારણે મોબાઈલ ચોરીનો એક પ્રયાસ નિષ્ફળ બન્યો છે. શહેરના ખરવરનગર BRTS જંક્શન પર મુસાફરોના કિંમતી મોબાઈલ ચોરી કરવાની કોશિશ કરી રહેલા એક શખ્સને મુસાફરોએ રંગેહાથ પકડી પાડ્યો હતો.
ચોરની આ કરતૂતથી રોષે ભરાયેલા લોકોના ટોળાએ તેને સ્થળ પર જ જાહેરમાં બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. મુસાફરોની સમયસૂચકતાને કારણે મોટી ચોરી થતી અટકી ગઈ હતી. ત્યારબાદ લોકોએ આ મોબાઈલ ચોરને પકડી રાખીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને હવાલે કર્યો હતો
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
