તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Wednesday, 5th August 2026
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના 1,000થી વધુ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરતા વહીવટી તંત્રમાં ખળભળાટ
કાયમી, રોજમદાર અને આઉટસોર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ કમિશ્નર દ્વારા અપમાનિત કરાયા હોવાના આક્ષેપ સાથે વિવિધ માંગણીઓ રજૂ કરી

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના 1,000થી વધુ કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. કાયમી, રોજમદાર અને આઉટસોર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ કમિશ્નર દ્વારા અપમાનિત કરાયા હોવાના આક્ષેપ સાથે વિવિધ માંગણીઓ રજૂ કરી છે. હડતાલને કારણે મનપાની દૈનિક કામગીરી તેમજ અનેક નાગરિક સેવાઓ પ્રભાવિત થઈ છે. હવે કર્મચારીઓ અને તંત્ર વચ્ચેના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે છે તેના પર સૌની નજર છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
