News of Thursday, 6th August 2026
પુત્રના કરતુતોને કારણે જીવન ટૂંકાવે તે પહેલા વૃદ્ધ માતા પિતાને પોલીસે ઉગારી લીધા
અમદાવાદમાં ફરી ખાખીનો રંગ માનવતાના રંગોથી અદભુત રીતે રંગાઈ ગયો સીપી અનુપમસિંહ ગેહલોત અને જોઇન્ટ સીપી નીરજ ગુજ્જરના માર્ગદર્શનમાં કાબિલે દાદ કામગીરી જેમના નેતૃત્વ હેઠળ થયેલ છે, તેવા ડીસીપી રૂપલ સોલંકીની મહત્વની જાહેરાત ‘એ વળદ્વ માતા, પિતાની કાળજી રાખવા સી ટીમ રોજ તેમના ઘેર જશે

રાજકોટ તા.૬: પોલીસ તંત્રની એક ખાસિયત એ છે કે, વડાના રસ મુજબ જ પોલિસનો મોટો વર્ગ પોતાની નીતિ-રીતિ નક્કી કરતો હોય છે. જોકે મોટા ભાગે કડક વલણ જોવા મળતું હોય ત્યારે માનવીય અભિગમ અપવાદરૂપ બની રહે છે. કોરોના કાળ દરમિયાન પોલિસની અદ્વૂત સેવાકીય કામગીરી અને તાજેતરમાં આભ ફાટયા જેવી સ્થિતિમાં અમદાવાદ, સુરત શહેર તેમજ સુરત ગ્રામ્યમાં પોલિસનો માનવીય ચહેરો સમગ્ર રાજ્યએ જોયો.
યોગાનુયોગ અમદાવાદના પોલિસ કમિશનર તરીકે હાલ અત્યંત માનવીય અભિગમ ધરાવતા અનુપમસિંહ ગેહલોત ફરજ બજાવે છે. આ સાથે જોઈન્ટ પોલિસ કમિશનર નીરજ બડગુજ્જર અને ડીસીપી ઝોન-૩ રૂપલ સોલંકી પણ સંવેદનશીલ અને માનવીય અભિગમ ધરાવતા અધિકારી હોવાથી અમદાવાદ પોલિસને કામ કરવા માટે બેવડું બળ મળ્યું છે. જેનું વધુ એક જીવંત ઉદાહરણ તાજેતરમાં શહેરમાં પ્રકાશમાં આવ્યું.
અમદાવાદમાં ઓનલાઈન ગેમિંગના વ્યસનને કારણે દેવાના ભાર તળે દબાયેલા એક યુવકે ઘરમાંથી જ ચોરી કરી લીધી હતી. શરૂઆતમાં આ કેસ સામાન્ય ઘરફોડ જેવો લાગતો હતો, પરંતુ તપાસ જેમ-જેમ આગળ વધી તેમ હિન્દી ફિલ્મના પ્લોટની યાદ અપાવે તેવા ટ્વિસ્ટ સામે આવ્યા. ઝોન-૩ એલસીબીના PSI વી. એચ. Dave ના નેતળત્વ હેઠળની ટીમે ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદથી ગુનાનો આખો ભેદ ઉકેલી નાખ્યો. પરંતુ આ કેસમાં સૌથી મહત્વની બાબત એ હતી કે, પુત્રના આવા કરતૂતો અને દેવાથી કંટાળેલા વિકલાંગ મા-બાપ હતાશાની ચરમસીમાએ પહોંચી ગયા હતા. તેઓ આપઘાત જેવું પગલું ભરે તે પહેલા જ પોલિસને આ વાતની જાણ થઈ.
પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને જોઈન્ટ સીપી નીરજ બડગુજ્જરના માર્ગદર્શન હેઠળ જેમના નેતળત્વમાં આ કાબિલે દાદ માનવીય કાર્ય થયું છે તેવા ડીસીપી રૂપલ સોલંકીએ એક મહત્વનો નિર્ણય લીધો. તેમણે આ વડીલ દંપતીને ઘેર તેમની કાળજી લેવા માટે એક વિશેષ સી ટીમ મોકલવાનું નક્કી કર્યું.
ટીમે વળદ્ધદંપતીના ઘરે પહોંચી તેમની સાથે બેસીને વાત કરી, તેમની સમસ્યા સાંભળી અને તેમને માનસિક હિંમત આપી. ‘‘અમે તમારી સાથે છીએ'' એવો વિશ્વાસ અપાવી જરૂરી મદદ પણ પહોંચાડવામાં આવી. પોલિસની આ સંવેદનશીલ કામગીરીના કારણે વળદ્ધ દંપતીએ આપઘાત જેવું આત્યંતિક પગલું ભરતાં બચી ગયા. આવા માનવીય અભિગમની નોંધ રાજ્યના ગળહતંત્રમાં પણ લેવામાં આવી છે અને ગાંધીનગર સુધી આ કામગીરીની સરાહના થઈ છે. ખરેખર, જ્યારે ખાખીનો રંગ માનવતાથી રંગાય ત્યારે સમાજમાં તેની છાપ અલગ જ પડે છે અને જનતાનો વિશ્વાસ વધુ દ્રઢ બને છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
