<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

સિલિકોસિસ પીડિત શ્રમિકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: મૃત્યુ પામેલા શ્રમિકના પરિવારને ₹4 લાખની સહાય અપાશે

સિલિકોસિસથી અસરગ્રસ્ત શ્રમિકને ₹3 લાખની અનુગ્રહ સહાય અપાશે:પેન્શન, શિક્ષણ સહિત 22 સરકારી યોજનાઓનો લાભ મળશે:યોજના અંગે અરજદારના વાંધા બાદ હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો

ગાંધીનગર :સિલિકોસિસ પીડિત શ્રમિકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.સિલિકોસિસથી મૃત્યુ પામેલા શ્રમિકના પરિવારને ₹4 લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. સિલિકોસિસથી અસરગ્રસ્ત શ્રમિકને ₹3 લાખની અનુગ્રહ સહાય અપાશે.  પેન્શન, શિક્ષણ સહિત 22 સરકારી યોજનાઓનો લાભ મળશે. યોજના અંગે અરજદારના વાંધા બાદ હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. યોજના અંગે પ્રચાર-પ્રસાર માટે કાનૂની સેવા સત્તામંડળને નિર્દેશ આપશે. 27 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે.

(7:59 PM IST)