<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સેશન્‍સ-સિવિલ-જયુ. મેજીસ્‍ટ્રેટોની મોટાપાયે બદલી-બઢતીના હુકમો

રાજકોટમાં ૩૦ ન્‍યાયાધીશો-અમદાવાદ જીલ્લામાં ૪૬ ઉપરાંત વડોદરા-ભાવનગર-સુરત-જામનગર સહિત મુખ્‍ય જીલ્લાના અને તાલુકા મથકોએ બઢતી સાથે બદલીના હુકમોઃ ફેમેલી કોર્ટના જજોમાં પણ આંતરિક બદલીના હુકમોઃ અંદાજે ૩૦૦ જેટલા ન્‍યાયાધીશોની હાઇકોર્ટ દ્વારા બદલી-બઢતીના હુકમો

રાજકોટ તા. ૭ :.. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અંદાજે ૩૦૦ થી વધુ ન્‍યાયાધીશોની બદલી બઢતીના હુકમો બહાર પાડવામાં આવ્‍યા છે.

ગુજરાત હાઇકોર્ટ બહાર પાડેલ યાદી મુજબ જયુમેજીસ્‍ટ્રેટ, સીવીલ જજથી અને પ્રમોશન વાળા એડી. સેશન્‍સ જજોની બદલી બઢતીના આદેશો બહાર પાડવામાં આવેલ છે.

હાઇકોર્ટ દ્વારા રાજયના દરેક જીલ્લા અને તાલુકા કક્ષાએ બદલીનો ગંજીપો ચિંપ્‍યો છે. જે મુજબ જયુ. મેજીસ્‍ટ્રેટની પ્રથમ યાદી મુજબ ૧૪૬ ન્‍યાયાધીશો તેમજ સિવિલ જજ કક્ષાના ૬૩ ન્‍યાયાધીશો અને સેશન્‍સ જજ કેડરના ૮૬ ન્‍યાયાધીશો તેમજ કેટલાંક સ્‍થળોએ આંતરીક બદલીના હુકમો બહાર પાડયા છે. જે મુજબ અંદાજે ૩૦૦ ની આસપાસ ન્‍યાયાધીશોની બદલીઓના હુકમો કરવામાં આવેલ છે.

હાઇકોર્ટે જારી  કરેલ આદેશો મુજબ રાજયના ચાર મુખ્‍ય મથકો અમદાવાદ, સુરત, વડોદરા, અને રાજકોટ ઉપરાંત તાલુકા મથકોએ પણ ન્‍યાયાધીશોની બઢતી - બદલીના હુકમો કર્યા છે. તેમાં રાજકોટ જીલ્લામાં ૩૦ જેટલા ન્‍યાયાધીશોનો સમાવેશ થાય છે.

એડી. એસ. જજ અને જયુ. મેજીસ્‍ટ્રેટોની બદલીના હુકમો મુજબ અમરેલીના રીઝવાના બી. બુખારીને ભાવનગર, સોમનાથ-વેરાવળના વી. બી. ગોહિલને મહેસાણા, રાજકોટના જીતેન્‍દ્ર આર. શાહને ભરૂચ, વડોદરાના વી. કે. પાઠકને જામનગર ખાતે તેમજ જુનાગઢના બી. જી. દવેને વડોદરા ખાતે, જયારે આણંદના એસ. એલ. ઠાકરને જુનાગઢ ખાતે મુકવામાં આવેલ છે. રાજકોટના એડી. ડી. જજ ટી. એસ. બ્રહ્મભટ્ટને વાપી ખાતે મુકવામાં આવ્‍યા છે. વડોદરાના એડી. એસ. જજ દિગંત વોરાને રાજકોટ ખાતે ફેમેલી કોર્ટના મુખ્‍ય જજ તરીકે મુકવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત જામનગરના અધિક સેશન્‍સ જજ રોબિન મોલેરાને દ્વારકા- ખંભાળીયા ખાતે મુકવામાં આવ્‍યા છે. લીંબડીના માધુરી પાંડેને સુરેન્‍દ્રનગર ખાતે પોરબંદરના દિપેન ડી. બુધ્‍ધદેવને પોરબંદરમાં પ્રિન્‍સીપાલ જજ તરીકે ફેમેલી કોર્ટમાં મુકવામાં આવ્‍યા છે. રાજકોટના એ. કે. શાહને ગોંડલ ખાતે મુકવામાં આવેલ છે. અમરેલી ફેમેલી કોર્ટના પ્રિન્‍સીપાલ જજ પૂર્વી એન. દવેને અમરેલીમાં જ રાખવામાં આવેલ છે.

આ ઉપરાંત જુનાગઢના પ્રેમ હંસરાજ સિંગને કેશોદ-વિસાવદરનો ચાર્જ આપવામાં આવેલ છે. ભાવનગરના હેતલ એસ. દવેને અંકલેશ્વર ખાતે મુકવામાં આવ્‍યા છે. જયારે અંકલેશ્વરના રીંછુ આર. દેસાઇને અમરેલીના રાજૂલા ખાતેની ફેમેલી કોર્ટમાં મુકવામાં આવેલ છે. છોટે ઉદેપુરના રીના જી. યાદવને ધ્રોલ-લાતુર-કાલાવાડનો ચાર્જ આપવામાં આવ્‍યો છે.

આ ઉપરાંત પ૭ સિવિલ જજોને અધિક સેશન્‍સ જજ તરીકેના પ્રમોશનો આપવામાં આવ્‍યા છે. જેમાં અરાવલ્લીના એમ. એસ. દવેને વલસાડ-વાપી ખાતે પ્રમોશન આપીને મુકવામાં આવ્‍યા છે. તેમજ જુનાગઢના એ. કે. ભટ્ટને સુરત ખાતે તેમજ કચ્‍છના બી. એમ. પ્રજાપતિને ભુજ ખાતે, જામનગરના એન. જી. પરમારને જામનગર ખાતે જ રાખવામાં આવ્‍યા છે. રાજકોટના ચીફ. જયુ. મેજી. એસ. પી. દુબેરાને રાજકોટ ખાતે પ્રમોશન આપીને ૧ર માં અધિક સેશન્‍સ જજ તરીકે મુકવામાં આવેલ છે.

આ ઉપરાંત બોટાદના એન. એચ. શેખને ભાવનગર ખાતે એડી. ડીસ્‍ટ્રીકટ જજનું પ્રમોશન આપી મુકવામાં આવેલ છે. ગોંડલના જે. એમ. ગજ્જરને રાજકોટ ખાતે ૧૪ માં અધિક સેસ. જજ તરીકે મુકવામાં આવેલ છે. જુનાગઢના સી. કે. પીપળીયાને જુનાગઢ ખાતે જ પ્રમોશન અપાયું છે.

આ ઉપરાંત પ્રમોશન આપેલ ન્‍યાયાધીશોને અમદાવાદ-વડોદરા-સુરત - બનાસકાંઠા, પાલનપુર, દાહોદ, ડીસ્‍ટ્રીકટમાં બદલીઓ કરીને પ્રમોશન સાથે મુકવામાં આવ્‍યા છે.

રાજકોટમાં સેશન્‍સ જજ કેડરના આઠ તેમજ સીવીલ જજ કક્ષાના ર૧ મળી કુલ ર૯ થી ૩૦ જેટલા ન્‍યાયાધીશોનો આ બદલી - બઢતીના હુકમોમાં સમાવેશ થાય છે.

રાજકોટ ડીસ્‍ટ્રીકટમાં સેશન્‍સ જજ કેડરમાં જે ફેરફારો થયા છે. તેમાં આઇ.બી. પઠાણ, પ્રિયકા અગ્રવાલને રાજકોટ ખાતે જ રાખવામાં આવેલ છે. તેમજ આર. એસ. પુરાણી જેતપુરમાં જ રાખેલ છે. આ ઉપરાંત એસ. એ. ગજેરા-રાજકોટ, આર. કે. મોઢ ગોંડલ, વી. વી. મોન્‍દે ધોરાજી પી. જે. કશ્‍યપ રાજકોટ અને  સી. જે. પટેલને રાજકોટ ખાતે જ ફેરફાર કરીને મુકવામાં આવ્‍યા છે. આ ઉપરાંત રાજકોટના સીવીલ જજ કક્ષાના ર૧ ન્‍યાયાધીશોની બદલી - બઢતીના હુકમો ફેરફાર કરવામાં આવ્‍યા છે. આ તમામ સીવીલ જજોને મોટા ભાગે રાજકોટમાં જ રાખવામાં આવેલ છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા જયુ. મેજી. સીવીલ જજો, ફેમીલી કોર્ટ, અને ડીસ્‍ટ્રીકટ જજ કેડરના મળી અંદાજે ૩૦૦ જેટલાં ન્‍યાયાધીશોની બદલી - પ્રમોશનના હુકમો કરવામાં આવ્‍યા છે

(11:48 AM IST)