તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Friday, 7th August 2026
ગાંધીનગર ગ્રામ્યમાં સરકારી યોજનાઓના ઉતમ અમલ માટે ડી.કે.બ્રહ્મભટ્ટની સુચના
માણસાના નાદરી, ઘેઘુ, ઇટલા વગેરે ગામોની મુલાકાતે ડી.ડી.ઓ

ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.કે.બ્રહ્મભટ્ટે માણસા પંથકના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ સરકારી યોજનાઓ અંગે સમીક્ષા કરેલ તે પ્રસંગની તસ્વીર.
ગાંધીનગર, તા.,૭ : ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બ્રહ્મભટ્ટ દ્વારા માણસા તાલુકાના નાદરી, ધેધુ અને ઈટલા ગામોની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શેખ તથા તાલુકા વિકાસ અધિકારી જોડાયા હતા.
મુલાકાત દરમિયાન દરેક ગ્રામ પંચાયત ખાતે સરપંચશ્રીઓ, પંચાયત સભ્યો, ગામના આગેવાનો, તલાટી કમ મંત્રી તથા તાલુકા અને ગ્રામ્ય કક્ષાના વિવિધ વિભાગોના કર્મચારીઓ સાથે બેઠક યોજી પંચાયત, ગ્રામ વિકાસ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ સહિતના વિવિધ વિભાગોની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM), વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તથા ૧૫મા નાણાપંચ હેઠળ થયેલા વિકાસકામોની વિસ્તળત સમીક્ષા કરી યોજનાઓના સુચારું અમલીકરણ માટે સ્થળ પર જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લા પ્રશાસન ગ્રામીણ સ્તરે યોજનાઓના પારદર્શી અને અસરકારક અમલીકરણ માટે કટિબદ્ધ છે. જિલ્લા વિકાસ અધિકારીના સર્વગ્રાહી નિરીક્ષણ અને માર્ગદર્શનથી ગ્રામીણ ક્ષેત્રોમાં વિકાસકામોને નવી ગતિ મળશે અને યોજનાઓનો લાભ વધુ ઝડપે લાભાર્થીઓ સુધી પહોંચશે
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
