<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

અમદાવાદના મક્તમપુરા વોર્ડમાં કોર્પોરેટર સાથે બોલાચાલી બાદ બબાલ: ભાજપ નેતા સામે મારી નાખવાની ધમકી આપ્યાની અરજી

મક્તમપુરા વોર્ડ ઓફિસમાં કાર્યકરોએ ઉગ્ર ગાળાગાળી કરીને મહિલા કોર્પોરેટરને પણ ધમકીઓ આપી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ

અમદાવાદના મક્તમપુરા વોર્ડમાં સ્થાનિક પ્રશ્નો અને ખોટી રજૂઆતો બાબતે મામલો ગરમાયો છે, જ્યાં કોર્પોરેટર સાથે થયેલી બોલાચાલી અને બબાલ બાદ હાજીભાઈને સ્થાનિક ભાજપ નેતા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ભાજપના કાર્યકરો દ્વારા લોકોને ખોટી રીતે ઉશ્કેરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે, તેમજ મક્તમપુરા વોર્ડ ઓફિસમાં કાર્યકરોએ ઉગ્ર ગાળાગાળી કરીને મહિલા કોર્પોરેટરને પણ ધમકીઓ આપી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ભોગ બનનાર મક્તમપુરાના કોર્પોરેટર દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:26 PM IST)