News of Sunday, 9th August 2026
કાલોલ પોલીસકર્મી આશિષ કટારા અને જશપાલસિંહ પરમાર વતી 15 હજારની લાંચ લેતા વચેટીયો રંગેહાથ ઝડપાયો
ઓનલાઇન જુગારના કેસની પતાવટ માટે નારણપુરા નર્મદા કેનાલ ચોકડી ગામ.ખાતે 15000 લાંચ સ્વીકારતા ઝડપી લેવાયો

ગાંધીનગરના કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આશીષભાઇ કટારા પોલીસવાળા વર્ગ-૩ નોકરી કાલોલ પોલીસ સ્ટેશન ,જશપાલસિંહ યશવંતસિંહ પરમાર પોલીસવાળા વર્ગ-૩ નોકરી કાલોલ પોલીસ સ્ટેશન વતી ધર્મેન્દ્રસિંહ ઉર્ફ નોનભઇ કનકસિંહ રાઠોડ (પ્રજાજન)( રહે.સણસોલી તા.કાલોલ જી.પંચમહાલ)ને ઓનલાઇન જુગારના કેસની પતાવટ માટે નારણપુરા નર્મદા કેનાલ ચોકડી ગામ .ખાતે 15000 લાંચ સ્વીકારતા ઝડપી લેવાયો છે
ફરીયાદીના મિત્રને ઓનલાઇન જુગારના કેસમાં તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ પકડી આ આક્ષેપિત નંબર-૧, ૨ નાઓએ ફરીયાદીને ફોન કરી તેઓને આ કેસની પતાવટ કરી આપવા રૂા.૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી રકઝકનાં અંતે રૂપીયા ૧૫,૦૦૦/- લેવા આક્ષેપિતો સહમત થયેલ અને આ લાંચની રકમ આક્ષેપિત નંબર ૩ દ્વારા અવાર-નવાર માંગણી કરતાં ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી. ટોલ ફ્રી નંબર-૧૦૬૪ પર સંપર્ક કરી દાહોદ એ.સી.બી.પો.સ્ટે. ખાતે ફરીયાદ આપેલ. જે ફરીયાદ આધારે આજ રોજ તા.૦૯/૦૮/૨૦૨૬ ના રોજ લાંચના છટકાનુ આયોજન કરતા છટકા દરમ્યાન આક્ષેપિત નં.૩ નાઓ ફરીયાદી સાથે લાંચની માંગણી સબબ હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા રૂ.૧૫,૦૦૦/- સ્વીકારી, પકડાઇ જઈ, આરોપી નં.૧ સાથે મોબાઇલ ફોન પર હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નં. ૧, ૨ અને ૩ નાઓએ એકબીજાના મેળાપીપણામાં રહી ગુનાહીત ગેરવર્તણુંક કરી ગુનો કર્યો હતો
આ કામગીરીમાં ટ્રેપીંગ અધિકારી તરીકે એસ.એમ.પઠાણ પોલીસ ઈન્સ્પેકટર દાહોદ એ.સી.બી.પો.સ્ટે.,સુપરવિઝન અધિકારી તરીકે બી.એમ.પટેલ,મદદનીશ નિયામક,પંચમહાલ એ.સી.બી. એકમ ગોધરા જયારે ઇન્ચાર્જ અધિકારી તરીકે બળદેવ દેસાઇ IPS નાયબ નિયામક, એ.સી.બી. વડોદરા હતા
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
