<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

આનંદનગરમાંં યુવતી પર દુષ્કર્મ કરનાર આરોપીને ગોળી વાગી :પોલીસ પર હુમલો કરી ભાગવાનો કર્યો હતો પ્રયાસ

પીઆઇની સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો કર્યો પ્રયાસ:.ઝપાઝપી દરમિયાન પિસ્તોલમાંથી ફાયરિંગ થતા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડને સાથળના ભાગમાં વાગી ગોળી: બીજી ગોળી આરોપી ધર્મસિંહના જમણા પગમાં વાગી

 

યુવતી પર દુષ્કર્મ કરનાર આરોપીને ગોળી વાગી છે. આનંદનગર પોલીસ આરોપી ધર્મસિંહને લઈને પંચનામા માટે લઈ ગઈ હતી. હેબતપુર વિસ્તારમાં પંચનામા દરમ્યાન આરોપીએ, પોલીસ પર હુમલો કરીને ભાગવાની કોશિશ કરી હતી. પોલીસે સ્વબચાવમાં છોડેલી ગોળી આરોપીને પગમાં વાગી હતી. એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો છે

  આનંદનગર દુષ્કર્મના આરોપી ધર્મસિંહ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે, આનંદનગરના PI આર.એસ.પરમારે બોડકદેવ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે, પંચનામા માટે આરોપી ધર્મસિંહને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો તે સમયે પીઆઇની સર્વિસ રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો  પોલીસ અને આરોપી વચ્ચેની ઝપાઝપી દરમિયાન પિસ્તોલમાંથી ફાયરિંગ થયું હતું . ફાયરિંગમાં પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડને સાથળના ભાગમાં ગોળી વાગી જયારે બીજી ગોળી આરોપી ધર્મસિંહના જમણા પગમાં વાગી હતી . ઈજાગ્રસ્ત પોલીસકર્મી અને આરોપીને સારવાર અર્થે સોલા સિવિલ ખસેડાયો છે .

(11:06 AM IST)