તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Monday, 10th August 2026
ગાંધીનગરના નવા સચિવાલયમાં અચાનક આગ ભભૂકી :બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા
ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો:આગમાં બેઝમેન્ટમાં રાખવામાં આવેલા કેટલાક સરકારી રેકોર્ડ અને સામગ્રી બળીને ખાખ

ગાંધીનગરના નવા સચિવાલયમાં આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં અચાનક આગ ભભૂકી ઊઠતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં બેઝમેન્ટમાં રાખવામાં આવેલા કેટલાક સરકારી રેકોર્ડ અને સામગ્રી બળીને ખાખ થઈ હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરના નવા સચિવાલયમાં આગ લાગવાની અચાનક ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. નવા સચિવાલયના બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. બેઝમેન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને સચિવાલય પરિસરમાં હાજર કર્મચારીઓ અને અધિકારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
આગની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓ તાત્કાલિક બ્લોક નંબર-9 ખાતે પહોંચી હતી. ફાયર ફાઈટર્સે બેઝમેન્ટમાં પ્રવેશ કરીને પાણીનો મારો ચલાવ્યો હતો. આગ વધુ પ્રસરે નહીં તે માટે આસપાસના વિસ્તારમાં પણ જરૂરી તકેદારી રાખવામાં આવી હતી. ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે આગને સમયસર કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે પ્રાથમિક તબક્કે વાયરિંગ અથવા ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગની ઘટનામાં બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં રાખવામાં આવેલા સરકારી રેકોર્ડ સહિતની કેટલીક સામગ્રી બળીને ખાખ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આગના કારણે કેટલા રેકોર્ડ અને અન્ય સરકારી સામાનને નુકસાન થયું છે તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ બેઝમેન્ટમાં નુકસાનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આગ પાછળનું કારણ જાણવા માટે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
