<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

અમદાવાદ મનપાનો મોટો નિર્ણય :ઓઢવ સ્મશાનનું સંચાલન કરતી વિવેકાનંદ ગ્રામ ઉદ્યોગ સેવા સંઘને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાયું

ભૂતકાળમાં આ સંસ્થા દ્વારા લાકડાના અભાવે ટાયરથી મૃતદેહ બાળવાની ગંભીર બેદરકારી સામે આવી હતી અને અનેક ફરિયાદો મળ્યા બાદ આ પગલું લેવાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટી દ્વારા ઓઢવ સ્મશાનનું સંચાલન કરતી વિવેકાનંદ ગ્રામ ઉદ્યોગ સેવા સંઘને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો મોટો નિર્ણય લેવાયો છે. ભૂતકાળમાં આ સંસ્થા દ્વારા લાકડાના અભાવે ટાયરથી મૃતદેહ બાળવાની ગંભીર બેદરકારી સામે આવી હતી અને અનેક ફરિયાદો મળ્યા બાદ આ પગલું લેવાયું છે. હવે આ સંસ્થા ભવિષ્યમાં કોઈ નવું ટેન્ડર ન ભરી શકે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે

(11:18 PM IST)