<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ: જાહેર માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા

રાવાવ વિસ્તારમાં આવેલી વિવિધ રહેણાંક સોસાયટીઓના માર્ગો પર પાણી ભરાઈ જતાં રહીશોને ભારે અગવડતા પડી

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિત સમગ્ર પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના અહેવાલો સાંપડ્યા છે.

ભારે વરસાદના પરિણામે ગોધરાના જાહેર માર્ગો પરથી નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. ભુરાવાવ વિસ્તારમાં આવેલી વિવિધ રહેણાંક સોસાયટીઓના માર્ગો પર પાણી ભરાઈ જતાં રહીશોને ભારે અગવડતા પડી હતી. સતત વરસતા વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે

(1:02 PM IST)