News of Tuesday, 11th August 2026
ભારે વરસાદ ની આગાહી સાચી ઠેરવતા મેઘરાજા
આજે સવારે ૬ વાગ્યા થી લઈ ને બપોર ના ૧૨ વાગ્યા સુધીમાં શહેરા ૫ ઇંચ, કોઠંબા ૪ ઇંચ, વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા. ૧૧: હવામાન ખાતા ની ભારે વરસાદ ની આગાહી જાણે સાચી ઠેરવતાં હોય તેમ આજે સવાર થી અત્યાર સુધી માં એટલે કે માત્ર ૬ કલાક માં ઝરમર થી ૫ ઇંચ સુધી નો ભારે વરસાદ નોંધાયો છે.
રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આજે સવારે ૬:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી રાજ્ય ના વિવિધ તાલુકાઓ માં વરસાદ નોંધાયો છે, જેમાં પંચમહાલ જિલ્લા ના શેહેરા તાલુકા માં સૌથી વધુ ૧૨૬ મીમી એટલે કે ૪.૯૬ ઈંચ વરસાદ નોંધાયો છે, આવો આપણે જીલ્લા વાઈઝ વરસાદ ના આંકડા જોઈએ તો,
પંચમહાલઃ શેહેરા ૧૨૬ મીમી, ગોધરા ૩૮ મીમી, મોરવા હડફ ૨૮ મીમી, જાંબુઘોડા ૭ મીમી, ઘોઘંબા ૬ મીમી અને કાલોલ ૪ મીમી વરસાદ નોંધાયો.
મહીસાગર કોઠંબા ૯૯ મીમી, લુણાવાડા ૬૨ મીમી, બાલાસિનોર ૫૩ મીમી, સંતરામપુર ૪ મીમી અને વિરપુર ૩ મીમી વરસાદ નોંધાયો.
ગાંધીનગરઃ દેહગામ ૫૩ મીમી, કલોલ ૩૪ મીમી અને ગાંધીનગર તાલુકામાં ૩૩ મીમી વરસાદ નોંધાયો.
ખેડાઃ કપડવંજ ૨૫ મીમી, ફાગવેલ ૧૮ મીમી, કઠલાલ ૧૬ મીમી, ગાલતેશ્વર ૧૪ મીમી, મહેમદાબાદ ૧૦ મીમી, નડિયાદ ૯ મીમી, મહુધા ૯ મીમી, થાસરા ૮ મીમી અને માતર ૩ મીમી વરસાદ નોંધાયો.
દાહોદઃ ગોવિંદ ગુરુ લીમડી ૧૭ મીમી, સિંગવડ ૧૬ મીમી, સંજેલી ૧૪ મીમી, સુખસર ૧૪ મીમી, લીમખેડા ૧૨ મીમી, દાહોદ ૧૦ મીમી, દેવગઢબારિયા ૮ મીમી, ધાનપુર ૫ મીમી અને ગરબાડા ૪ મીમી વરસાદ નોંધાયો.
વલસાડઃ ઉમરગામ ૨૧ મીમી, કપરાડા ૯ મીમી, પારડી ૭ મીમી, વાપી ૭ મીમી, વલસાડ ૫ મીમી અને ધરમપુર ૩ મીમી વરસાદ નોંધાયો.
અમદાવાદઃ અમદાવાદ શહેર ૧૯ મીમી, દસ્ક્રોઈ ૭ મીમી, સાણંદ ૫ મીમી અને વિરમગામ ૩ મીમી વરસાદ નોંધાયો.
અરવલ્લીઃ બાયડ ૧૪ મીમી અને સાઠંબા ૭ મીમી વરસાદ નોંધાયો.
નવસારીઃ વાંસદા તાલુકામાં ૧૧ મીમી વરસાદ નોંધાયો.
છોટાઉદેપુરઃ જેટપુર પાવી ૧૧ મીમી, છોટાઉદેપુર ૧૧ મીમી, કડવાલ ૭ મીમી, બોડેલી ૬ મીમી, કવાંટ ૫ મીમી અને સંખેડા ૩ મીમી વરસાદ નોંધાયો.
આણંદઃ ઉમરેઠ ૯ મીમી અને આંકલાવ ૩ મીમી વરસાદ નોંધાયો.
વડોદરાઃ ડેસર ૮ મીમી, વાઘોડિયા ૫ મીમી, સાવલી ૪ મીમી અને વડોદરા તાલુકામાં ૩ મીમી વરસાદ નોંધાયો.
મહેસાણાઃ કડી તાલુકામાં ૪ મીમી વરસાદ નોંધાયો.
ડાંગઃ ધ ડાંગ્સ અને સુબીર તાલુકામાં ૪-૪ મીમી વરસાદ નોંધાયો.
તાપીઃ ડોલવણ તાલુકામાં ૩ મીમી વરસાદ નોંધાયો.
બનાસકાંઠાઃ વડગામ અને પાલનપુરમાં ૨-૨ મીમી વરસાદ નોંધાયો.
પાટણઃ હારીજ અને ચાણસ્મામાં ૨-૨ મીમી વરસાદ નોંધાયો.
સાબરકાંઠાઃ પ્રાંતિજ તાલુકામાં ૨ મીમી વરસાદ નોંધાયો.
આંકડા મુજબ ૧૧ ઓગસ્ટના બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. શેહેરા માં ૧૨૬ મીમી વરસાદ સાથે રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કોઠંબા માં ૯૯ મીમી અને લુણાવાડામાં ૬૨ મીમી વરસાદ નોંધાયો છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
