<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

મહેસાણાના હિંગળાજપુરા ગામે ONGCની પાઇપલાઇનમાં લીકેજ થતાં ખેતરોમાં ઓઇલ ફરી વળ્યું

ONGCની બેદરકારીને કારણે ખેડૂતોના મહામૂલા ખેતરો બરબાદ: ખેતી કરવી મુશ્કેલ બની: ઓઇલના કારણે થયેલા ભારે નુકસાનને પગલે પીડિત ખેડૂતે યોગ્ય વળતરની માંગ કરી

મહેસાણાના હિંગળાજપુરા ગામે ONGCની પાઇપલાઇનમાં લીકેજ થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. પાઇપલાઇનમાંથી ઓઇલ લીકેજ થતાં ખેતરોમાં ઓઇલ ફરી વળ્યું છે. જેના કારણે પાકને નુકસાન થતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ONGCની બેદરકારીને કારણે તેમના મહામૂલા ખેતરો બરબાદ થઈ રહ્યા છે અને ખેતી કરવી મુશ્કેલ બની છે. ઓઇલના કારણે થયેલા ભારે નુકસાનને પગલે પીડિત ખેડૂતે યોગ્ય વળતરની માંગ કરી છે. ખેડૂતો દ્વારા પાઇપલાઇન લીકેજનું તાત્કાલિક સમારકામ કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ખેતરોમાં વારંવાર ઓઇલ ભરાઈ જતું હોવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

(6:49 PM IST)