<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

અમદાવાદના એસજી હાઇવે પર નિર્માણાધીન 32 માળની ઈમારત ટ્રેમોન્ટ એડલિપ બિલ્ડિંગની ક્રેઈનમાં લટકીને ઓપરેટર યુવકે ગળેફાંસો ખાદ્યો

મોડી રાતથી સવાર સુધી મૃતદેહ લટકેલી હાલતમાં હતો:મૃતકનું નામ પ્રીતમસિંહ તે મૂળ ઝારખંડનો રહેવાસી: યુવક છેલ્લા કેટલાય સમયથી સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો.

 અમદાવાદના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલીપ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેનમાં લટકીને યુવકે ફાંસો ખાધો છે. મોડી રાતથી સવાર સુધી મૃતદેહ લટકેલી હાલતમાં હતો

મૃતકનું નામ પ્રીતમસિંહ છે જેની ઉંમર 22 વર્ષ છે અને તે મૂળ ઝારખંડનો છે. યુવક છેલ્લા કેટલાય સમયથી સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો.

 સવારે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ખૂબ જ ઊંચાઈ પર મૃતદેહ હોવાથી તેને નીચે ઉતારવા માટે કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી.  

સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન ભૂકણે જણાવ્યું કે એક વ્યક્તિની બોડી લટકતી હોવાનો મેસેજ મળતા ટીમ પહોંચી હતી. યુવકે શા માટે આત્મહત્યા કરી તેની તપાસ કરવામાં આવશે.

  

(3:43 PM IST)