News of Wednesday, 12th August 2026
ભારે વરસાદની આગાહી વચ્ચે બપોર સુધીમાં રાજ્યના ૮૩ તાલુકાઓમાં વરસાદની સામાન્ય હાઉકલી:
ડાંગના વઘઈમાં ૧.૨૨ ઈંચ, સુબીરમાં ૧.૧૦ ઈંચ અને નર્મદાના ડેડીયાપાડામાં ૧.૦૬ ઈંચ નોંધાયો વરસાદ

વાપી: (જીતેન્દ્ર રુપારેલીયા દ્વારા)હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં, આજે સવારથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીના ૬ કલાકના સમયગાળામાં રાજ્યના માત્ર ૮૩ તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
સત્તાવાર આંકડાઓ અને વેધર ચાર્ટ મુજબ હાલ કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન જણાતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદને બદલે છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે.
આજે સવારે ૬થી બપોરે ૧૨ વાગ્યા સુધીનો તાલુકાવાર વરસાદ નીચે મુજબ છે:
સૌથી વધુ વરસાદ નોંધાયેલા મુખ્ય મથકો:
વઘાઈ (ડાંગ): ૩૧ મિ.મી. (૧.૨૨ ઇંચ)
સુબીર (ડાંગ): ૨૮ મિ.મી. (૧.૧૦ ઇંચ)
દેડિયાપાડા (નર્મદા): ૨૭ મિ.મી. (૧.૦૬ ઇંચ)
વિજયનગર (સાબરકાંઠા): ૧૯ મિ.મી. (૦.૭૫ ઇંચ)
મોરવા હડફ (પંચમહાલ): ૧૯ મિ.મી. (૦.૭૫ ઇંચ)
જિલ્લાવાર વરસાદના આંકડા (મિ.મી. અને ઇંચમાં):
ડાંગ જિલ્લો: વઘઈ – ૩૧ મિ.મી. (૧.૨૨ ઇંચ), સુબીર – ૨૮ મિ.મી. (૧.૧૦ ઇંચ), ડાંગ – ૧૮ મિ.મી. (૦.૭૧ ઇંચ).
નર્મદા જિલ્લો: દેડિયાપાડા – ૨૭ મિ.મી. (૧.૦૬ ઇંચ), સાગબારા – ૧૫ મિ.મી. (૦.૫૯ ઇંચ), ચિકદા – ૧૪ મિ.મી. (૦.૫૫ ઇંચ), તિલકવાડા – ૧૩ મિ.મી. (૦.૫૧ ઇંચ), ગરુડેશ્વર – ૪ મિ.મી. (૦.૧૬ ઇંચ), નાંદોદ – ૧ મિ.મી. (૦.૦૪ ઇંચ).
સાબરકાંઠા જિલ્લો: વિજયનગર – ૧૯ મિ.મી. (૦.૭૫ ઇંચ), વડાલી – ૨ મિ.મી. (૦.૦૮ ઇંચ), ઇડર – ૨ મિ.મી. (૦.૦૮ ઇંચ), ખેડબ્રહ્મા – ૧ મિ.મી. (૦.૦૪ ઇંચ), હિંમતનગર – ૧ મિ.મી. (૦.૦૪ ઇંચ), પ્રાંતિજ – ૧ મિ.મી. (૦.૦૪ ઇંચ).
પંચમહાલ જિલ્લો: મોરવા (હડફ) – ૧૯ મિ.મી. (૦.૭૫ ઇંચ), ઘોઘંબા – ૫ મિ.મી. (૦.૨૦ ઇંચ), જાંબુઘોડા – ૩ મિ.મી. (૦.૧૨ ઇંચ), હાલોલ – ૨ મિ.મી. (૦.૦૮ ઇંચ).
મહીસાગર જિલ્લો: સંતરામપુર – ૧૭ મિ.મી. (૦.૬૭ ઇંચ), ખાનપુર – ૧૬ મિ.મી. (૦.૬૩ ઇંચ), કડાણા – ૧૧ મિ.મી. (૦.૪૩ ઇંચ), લુણાવાડા – ૬ મિ.મી. (૦.૨૪ ઇંચ), વિરપુર – ૪ મિ.મી. (૦.૧૬ ઇંચ), ગોધર – ૪ મિ.મી. (૦.૧૬ ઇંચ), બાલાસિનોર – ૧ મિ.મી. (૦.૦૪ ઇંચ).
નવસારી જિલ્લો: વાંસદા – ૧૬ મિ.મી. (૦.૬૩ ઇંચ), ખેરગામ – ૬ મિ.મી. (૦.૨૪ ઇંચ).
તાપી જિલ્લો: ઉકાઈ – ૧૬ મિ.મી. (૦.૬૩ ઇંચ), કુકરમુંડા – ૧૩ મિ.મી. (૦.૫૧ ઇંચ), ડોલવણ – ૮ મિ.મી. (૦.૩૧ ઇંચ), નિઝર – ૭ મિ.મી. (૦.૨૮ ઇંચ), ઉચ્છલ – ૫ મિ.મી. (૦.૨૦ ઇંચ), સોનગઢ – ૨ મિ.મી. (૦.૦૮ ઇંચ), વ્યારા – ૨ મિ.મી. (૦.૦૮ ઇંચ).
અરવલ્લી જિલ્લો: મેઘરજ – ૧૬ મિ.મી. (૦.૬૩ ઇંચ), માલપુર – ૮ મિ.મી. (૦.૩૧ ઇંચ), ધનસુરા – ૬ મિ.મી. (૦.૨૪ ઇંચ), શામળાજી – ૬ મિ.મી. (૦.૨૪ ઇંચ), મોડાસા – ૪ મિ.મી. (૦.૧૬ ઇંચ), સાઠંબા – ૧ મિ.મી. (૦.૦૪ ઇંચ).
દાહોદ જિલ્લો: ફતેપુરા – ૧૦ મિ.મી. (૦.૩૯ ઇંચ), સંજેલી –૯ મિ.મી. (૦.૩૫ ઇંચ), સુખસર – ૯ મિ.મી. (૦.૩૫ ઇંચ), સિંગવડ – ૫ મિ.મી. (૦.૨૦ ઇંચ), લીમખેડા – ૪ મિ.મી. (૦.૧૬ ઇંચ), દેવગઢબારિયા – ૪ મિ.મી. (૦.૧૬ ઇંચ), ઝાલોદ – ૩ મિ.મી. (૦.૧૨ ઇંચ).
વલસાડ જિલ્લો: ધરમપુર – ૧૦ મિ.મી. (૦.૩૯ ઇંચ), વલસાડ – ૪ મિ.મી. (૦.૧૬ ઇંચ), નાનાપોંઢા – ૪ મિ.મી. (૦.૧૬ ઇંચ), પારડી – ૩ મિ.મી. (૦.૧૨ ઇંચ), કપરાડા – ૨ મિ.મી. (૦.૦૮ ઇંચ), વાપી – ૧ મિ.મી. (૦.૦૪ ઇંચ).
છોટાઉદેપુર જિલ્લો: બોડેલી – ૪ મિ.મી. (૦.૧૬ ઇંચ), છોટાઉદેપુર – ૩ મિ.મી. (૦.૧૨ ઇંચ), કઠલાલ – ૩ મિ.મી. (૦.૧૨ ઇંચ), કવાંટ – ૨ મિ.મી. (૦.૦૮ ઇંચ), નસવાડી – ૨ મિ.મી. (૦.૦૮ ઇંચ), સંખેડા – ૨ મિ.મી. (૦.૦૮ ઇંચ).
રાજકોટ જિલ્લો: લોધિકા – ૩ મિ.મી. (૦.૧૨ ઇંચ), જસદણ – ૩ મિ.મી. (૦.૧૨ ઇંચ).
ભાવનગર જિલ્લો: સિહોર – ૩ મિ.મી. (૦.૧૨ ઇંચ).
મોરબી જિલ્લો: મોરબી – ૩ મિ.મી. (૦.૧૨ ઇંચ), ટંકારા – ૩ મિ.મી. (૦.૧૨ ઇંચ), વાંકાનેર – ૨ મિ.મી. (૦.૦૮ ઇંચ).
અન્ય જિલ્લાઓ: ખેડા – ૧ મિ.મી. (૦.૦૪ ઇંચ), ગાંધીનગર – ૧ મિ.મી. (૦.૦૪ ઇંચ), વાવ-થરાદ (દિયોદર) – ૧ મિ.મી. (૦.૦૪ ઇંચ). *
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
