<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી

મુલાકાત વેળાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીત પણ જોડાયા

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગાંધીનગરમાં લીધી હતી.

આ મુલાકાત વેળાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીત પણ જોડાયા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી 12 ઓગસ્ટ બુધવારે મેગા નિવેશ સંવાદ અને રોડ શો સંદર્ભે અમદાવાદની મુલાકાતે હતાં તે દરમિયાન તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાને આ શુભેચ્છા મુલાકાત કરી હતી

(8:53 PM IST)