<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન: વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં ધોધમાર ૩ ઇંચ વરસાદ ખાબક્યો

વિજયનગર અને પોશીના પંથકમાં ૨ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ:ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોના નીચાણવાળા ભાગોમાં તેમજ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાની મહેરબાન થતાં ધોધમાર વરસાદની શાનદાર શરૂઆત થઈ છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં ધોધમાર ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે વિજયનગર અને પોશીના પંથકમાં પણ ૨ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોના નીચાણવાળા ભાગોમાં તેમજ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. વાવણીલાયક અને પૂરતો વરસાદ પડતાં સમગ્ર પંથકના ખેડૂતો ભારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

(11:04 PM IST)