News of Thursday, 13th August 2026
ગાંધીનગરના કાલોલના ધમાસણાની સીમમાં ONGC પ્લાંટમાં અચાનક આગ ભભૂકી :અફરાતફરીનો માહોલ
ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામની સીમમાં આવેલા જાણીતા ONGC પ્લાન્ટમાં અચાનક આગ લાગવાની એક મોટી ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. પ્લાન્ટમાંથી અચાનક કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા અને આગની ઊંચી જ્વાળાઓ આકાશમાં વાદળોની જેમ છવાઈ જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે આગની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને કલોલ તેમજ આસપાસના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સતત પાણીનો છંટકાવ કરીને આગને વધુ વિસ્તરતી અટકાવવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
સદનસીબે આ અકસ્માતમાં હજુ સુધી કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જેના કારણે તંત્રએ અને સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ઔદ્યોગિક એકમમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી અંકબંધ છે, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામી જવાબદાર હોઈ શકે છે. સ્થાનિક પોલીસ અને ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
