News of Thursday, 13th August 2026
પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી
બેચરપુરા-આકેસણ રોડ પર વરસાદી પાણી ભરાયા: હાઈવે પર આવેલા ગરનાળામાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા અનેક વાહનો ખોટકાયા હતા અને બંધ પડ્યા

બનાસકાંઠાના પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બેચરપુરા-આકેસણ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. હાઈવે પર આવેલા ગરનાળામાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા અનેક વાહનો ખોટકાયા હતા અને બંધ પડ્યા હતા.
પાણી ભરાયેલા ગરનાળામાંથી વાહનચાલકોને ભારે મુશ્કેલી વચ્ચે પસાર થવાની ફરજ પડી હતી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં જ ગરનાળું પાણીથી ભરાઈ ગયું હતું. સમગ્ર સ્થિતિને પગલે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
