<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ધ્રાંગધ્રાના જેસડા ગામેથી નકલી એમબીબીએસ ડોક્ટર ઝડપાયો

SOG પોલીસની રેડ દરમિયાન સ્થળ પરથી રૂપિયા ૪૨ હજારની કિંમતનો એલોપેથિક દવાઓનો જથ્થો પણ જપ્ત કરાયો

ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામેથી કોઈપણ જાતની ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી MBBS ડોક્ટર સુરેન્દ્રનગર SOG પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. મૂળ ઉત્તરાખંડનો વતની અને હાલ જેસડા ગામે પ્રેક્ટિસ કરતો રવીન્દ્રનાથ ઉપેન્દ્રનાથ રોય નામનો આ શખ્સ લાંબા સમયથી ગેરકાયદેસર રીતે એલોપેથિક સારવાર આપતો હતો. SOG પોલીસની રેડ દરમિયાન સ્થળ પરથી રૂપિયા ૪૨ હજારની કિંમતનો એલોપેથિક દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

  નોંધનીય છે કે, આ બોગસ ડોક્ટર અગાઉ પણ SOGના હાથે ઝડપાઈ ચૂક્યો હોવા છતાં, જેલમાંથી બહાર આવીને તે જ જગ્યાએ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દેતો હતો. વારંવાર પકડાવા છતાં ફરીથી ગેરકાયદેસર કિલનિક શરૂ કરી દેતા આ નકલી ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તે જેસડા ગામે ફરી પ્રેક્ટિસ ન કરી શકે તેવી સ્થાનિક ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.

(11:04 PM IST)