News of Friday, 14th August 2026
અમદાવાદના ભદ્રેશ્વર વિસ્તારમાં 16 વર્ષીય સગીરાનો આપઘાત
યુવક સગીરા પર પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો અને તેના ઘર નજીક આંટાફેરા મારી માનસિક ત્રાસ આપતો: આ ત્રાસથી કંટાળીને સગીરાએ આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ

અમદાવાદના ભદ્રેશ્વર વિસ્તારમાં 16 વર્ષીય સગીરાના આપઘાતનો મામલો સામે આવ્યો છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે એક યુવક સગીરા પર પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને તેના ઘર નજીક આંટાફેરા મારી માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને સગીરાએ આપઘાત કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે
. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સગીરાના આપઘાત પાછળના કારણો અને યુવકની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
