News of Friday, 14th August 2026
સુરતમાં અશ્લીલ વીડિયો મોકલીને મહિલા ડૉક્ટરની પજવણી કરનારો આરોપી મુંબઈથી ઝડપાયો
મહિલા ડોક્ટરે તેને કોઈ પુરુષ ફિઝિયોથેરાપિસ્ટ પાસે સારવાર લેવા સલાહ આપી છતાં આરોપીએ પોતાનો નગ્ન વીડિયો મહિલા ડૉક્ટરને મોકલ્યો અને મારી તમારી પાસે જ સારવાર લેવી છે. તેમ કહીને હેરાન કરતો

સુરતમાં અશ્લીલ વીડિયો મોકલીને મહિલા ડૉક્ટરની પજવણી કરનારો આરોપી ઝડપાયો છે. આરોપીએ પોતાનો અકસ્માત થયો હોવાનું કહી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ માટે ઓનલાઇન કન્સલ્ટેશનની માગણી કરી હતી મહિલા ડોક્ટરે તેને કોઈ પુરુષ ફિઝિયોથેરાપિસ્ટ પાસે સારવાર લેવા સલાહ આપી છતાં આરોપીએ પોતાનો નગ્ન વીડિયો મહિલા ડૉક્ટરને મોકલ્યો અને મારી તમારી પાસે જ સારવાર લેવી છે. તેમ કહીને આરોપી મહિલાને હેરાન કરતો રહ્યો. ડૉક્ટરની ફરિયાદના આધારે પોલીસે મુંબઈથી આરોપીને ઝડપી પાડ્યો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મૂળ નવી મુંબઈનો રહેવાસી અને દારૂના નશાની ટેવ ધરાવે છે…આરોપી બેકાર હોવાથી આખો દિવસ પોતાના ફ્લેટમાં સમય પસાર કરતો હોવાનું સામે આવ્યું. ભૂતકાળની કોઈ અંગત હતાશા કે વિકૃતિને કારણે મહિલા ડોક્ટરોને ટાર્ગેટ બનાવી હેરાન કરતો હોવાનું સામે આવ્યું છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
