<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ડોલવણ ૧.૫૭-ખેરગામ ૧.૪૬-ગણદેવી ૧.૨૬- ચીખલી ૧.૦૨-પારડી ૦.૯૪-સુબીર ૦.૯૪ ઇંચ વરસાદ

મઘા નક્ષત્રમાં રાજ્‍યના ૩૦ જીલ્‍લાના ૧૩૧ તાલુકાઓમાં ૧ થી ૪૦ મીમી સુધીનો હળવો વરસાદ ઉકાઇ ડેમની જળ સપાટી ૩૩૫.૦૨ ફૂટે યથાવતઃ મધુવન ડેમના બે દરવાજા હજુ પણ ખુલ્‍લા


 

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ પવિત્ર શ્રાવણ માસમાં મેઘરાજા રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં હળવું હેત વરસાવી રહ્યા છે, જેને પગલે રાજ્‍યના ૩૦ જીલ્‍લા ના ૧૩૧ તાલુકા ઓ માં ૧ થી ૪૦ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે, આ સાથે રાજ્‍ય નો સીઝન નો કુલ સરેરાશ વરસાદ ૭૪.૪૯% નોંધાયો છે.

ઉપરવાસના પાણીની આવક ને પગલે ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૫.૦૨ ફૂટે પહોંચી છે, ડેમ માં  ૨૩,૧૦૦ ક્‍યુસેક પાણી ના ઈન્‍ફલો સામે એટલુંજ પાણી છોડવામાં આવી રહ્યું છે, તો કોઝવે ની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૬.૮૯ મીટર ઉપર જ છે અને અહીં થી ૫૪,૫૧૫ ક્‍યુસેક પાણી વહી રહ્યું છે.

જ્‍યારે દક્ષિણ ગુજરાત ના છેવાડા ના દમણગંગા નદીના મધુબન ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૭૬.૦૫ મીટરે પહોંચી છે, ડેમમાં ૫૮૬૧ ક્‍યુસેક પાણી ના ઈન્‍ફલો સામે એટલુંજ એટલે કે ૫૮૬૧ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે,  ડેમના ૨ દરવાજા ૦.૫ મીટર ખુલ્‍લા રખાયા છે.

જ્‍યોતિષ શાષ અને ધાર્મિક માન્‍યતા અનુસાર હાલ માં મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે, ત્‍યારે ઘણા ને સવાલ થાય કે મઘા નક્ષત્ર શું છે..? તો મઘા ૨૭ નક્ષત્રો માં ૧૦ મું નક્ષત્ર છે, વૈદિક જ્‍યોતિષ પ્રમાણે તેનું સમગ્ર ક્ષેત્ર સિહ રાશિમાં ૦ઓ થી ૧૩ઓ૨૦' સુધી માનવામાં આવે છે , તેનો સ્‍વામી ગ્રહ કેતુ છે અને તેના અધિષ્ઠાત્રી દેવતા પિતૃઓ (પૂર્વજો) માનવામાં આવે છે, જ્‍યારે મઘા નામનો અર્થ  મહાન, ભવ્‍ય અથવા રાજસત્તા સાથે જોડાયેલો એવો અર્થ કરવામાં આવે છે. તેનું મુખ્‍ય પ્રતીક રાજ સિહાસન કે રાજગાદી થાય છે, તેથી મઘા નક્ષ ત્રને સન્‍માન, પ્રતિષ્ઠા, પરંપરા, વંશ અને નેતૃત્‍વ સાથે જોડવામાં આવે છે.

ફલડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના આંકડા ને જોઈએ તો, તાપી જિલ્‍લો ડોલવણ ૪૦ મીમી (૧.૫૭ ઈંચ), વ્‍યારા ૧૬ મીમી (૦.૬૩ ઈંચ), સોનગઢ ૧૪ મીમી (૦.૫૫ ઈંચ), વાલોડ ૧૩ મીમી (૦.૫૧ ઈંચ), નિઝર ૯ મીમી (૦.૩૫ ઈંચ), ઉકાઈ ૨ મીમી (૦.૦૮ ઈંચ), કુકરમુંડા ૧ મીમી (૦.૦૪ ઈંચ).

નવસારી જિલ્‍લોઃ ખેરગામ ૩૭ મીમી (૧.૪૬ ઈંચ), ગણદેવી ૩૨ મીમી (૧.૨૬ ઈંચ), ચીખલી ૨૬ મીમી (૧.૦૨ ઈંચ), નવસારી ૧૩ મીમી (૦.૫૧ ઈંચ), વાંસદા ૧૨ મીમી (૦.૪૭ ઈંચ), જલાલપોર ૭ મીમી (૦.૨૮ ઈંચ).

વલસાડ જિલ્‍લોઃ વલસાડ ૨૬ મીમી (૧.૦૨ ઈંચ), પારડી ૨૪ મીમી (૦.૯૪ ઈંચ), ધરમપુર ૨૦ મીમી (૦.૭૯ ઈંચ), નાનાપોંઢા ૭ મીમી (૦.૨૮ ઈંચ), કપરાડા ૬ મીમી (૦.૨૪ ઈંચ), ઉમરગામ ૪ મીમી (૦.૧૬ ઈંચ), વાપી ૩ મીમી (૦.૧૨ ઈંચ).

ડાંગ જિલ્‍લોઃ સુબીર ૨૪ મીમી (૦.૯૪ ઈંચ), વઘઈ ૨૧ મીમી (૦.૮૩ ઈંચ), ડાંગ-આહવા ૧૯ મીમી (૦.૭૫ ઈંચ).

સુરત જિલ્‍લોઃ બારડોલી ૨૦ મીમી (૦.૭૯ ઈંચ), મહુવા ૧૮ મીમી (૦.૭૧ ઈંચ), સુરત શહેર ૧૭ મીમી (૦.૬૭ ઈંચ), અંબિકા ૧૪ મીમી (૦.૫૫ ઈંચ), ઓલપાડ ૧૧ મીમી (૦.૪૩ ઈંચ), અરેઠ ૬ મીમી (૦.૨૪ ઈંચ), કામરેજ ૬ મીમી (૦.૨૪ ઈંચ), પલસાણા ૬ મીમી (૦.૨૪ ઈંચ), માંડવી ૪ મીમી (૦.૧૬ ઈંચ), ચોરાસી ૪ મીમી (૦.૧૬ ઈંચ), ઉમરપાડા ૧ મીમી (૦.૦૪ ઈંચ).

ભરૂચ જિલ્‍લોઃ ઝઘડિયા ૨૦ મીમી (૦.૭૯ ઈંચ), હાંસોટ ૧૮ મીમી (૦.૭૧ ઈંચ), વાલિયા ૧૭ મીમી (૦.૬૭ ઈંચ), અંકલેશ્વર ૧૫ મીમી (૦.૫૯ ઈંચ), નેત્રંગ ૧૨ મીમી (૦.૪૭ ઈંચ), જંબુસર ૬ મીમી (૦.૨૪ ઈંચ), ભરૂચ ૫ મીમી (૦.૨૦ ઈંચ).

મહીસાગર જિલ્‍લોઃ લુણાવાડા ૧૪ મીમી (૦.૫૫ ઈંચ), સંતરામપુર ૧૩ મીમી (૦.૫૧ ઈંચ), ખાનપુર ૮ મીમી (૦.૩૧ ઈંચ), ગોધર ૪ મીમી (૦.૧૬ ઈંચ), વિરપુર ૩ મીમી (૦.૧૨ ઈંચ), કડાણા ૩ મીમી (૦.૧૨ ઈંચ).

નર્મદા જિલ્‍લોઃ ચિકડા ૧૦ મીમી (૦.૩૯ ઈંચ), દેડિયાપાડા ૯ મીમી (૦.૩૫ ઈંચ), નાંદોદ ૮ મીમી (૦.૩૧ ઈંચ), સાગબારા ૬ મીમી (૦.૨૪ ઈંચ), ગરુડેશ્વર ૫ મીમી (૦.૨૦ ઈંચ), તિલકવાડા ૩ મીમી (૦.૧૨ ઈંચ).

ભાવનગર જિલ્‍લોઃ મહુવા ૧૧ મીમી (૦.૪૩ ઈંચ), પાલિતાણા ૯ મીમી (૦.૩૫ ઈંચ), ઘોઘા ૬ મીમી (૦.૨૪ ઈંચ), વલ્‍લભીપુર ૬ મીમી (૦.૨૪ ઈંચ), ઉમરાળા ૫ મીમી (૦.૨૦ ઈંચ), શિહોર ૩ મીમી (૦.૧૨ ઈંચ), ગારીયાધાર ૩ મીમી (૦.૧૨ ઈંચ), ભાવનગર ૧ મીમી (૦.૦૪ ઈંચ).

અમરેલી જિલ્‍લોઃ સાવરકુંડલા ૧૦ મીમી (૦.૩૯ ઈંચ), કુંકાવાવ-વડિયા ૪ મીમી (૦.૧૬ ઈંચ), રાજુલા ૪ મીમી (૦.૧૬ ઈંચ), બગસરા ૩ મીમી (૦.૧૨ ઈંચ), જાફરાબાદ ૩ મીમી (૦.૧૨ ઈંચ), બાબરા ૧ મીમી (૦.૦૪ ઈંચ).

પંચમહાલ જિલ્‍લોઃ જાંબુઘોડા ૯ મીમી (૦.૩૫ ઈંચ), કાલોલ ૭ મીમી (૦.૨૮ ઈંચ), ઘોઘંબા ૪ મીમી (૦.૧૬ ઈંચ).

રાજકોટ જિલ્‍લોઃ જામકંડોરણા ૭ મીમી (૦.૨૮ ઈંચ), જસદણ ૩ મીમી (૦.૧૨ ઈંચ), જેતપુર ૨ મીમી (૦.૦૮ ઈંચ), પડધરી ૧ મીમી (૦.૦૪ ઈંચ), ધોરાજી ૧ મીમી (૦.૦૪ ઈંચ).

સુરેન્‍દ્રનગર જિલ્‍લોઃ વઢવાણ ૭ મીમી (૦.૨૮ ઈંચ), ધ્રાંગધ્રા ૨ મીમી (૦.૦૮ ઈંચ), દસાડા ૨ મીમી (૦.૦૮ ઈંચ), લીંબડી ૧ મીમી (૦.૦૪ ઈંચ).

ગિર સોમનાથ જિલ્‍લોઃ ગીર ગઢડા ૮ મીમી (૦.૩૧ ઈંચ), ઉના ૬ મીમી (૦.૨૪ ઈંચ), પાટણ-વેરાવળ ૩ મીમી (૦.૧૨ ઈંચ), કોડીનાર ૨ મીમી (૦.૦૮ ઈંચ).

આણંદ જિલ્‍લોઃ અંકલાવ ૬ મીમી (૦.૨૪ ઈંચ), બોરસદ ૪ મીમી (૦.૧૬ ઈંચ), ખંભાત ૪ મીમી (૦.૧૬ ઈંચ), પેટલાદ ૧ મીમી (૦.૦૪ ઈંચ).

વડોદરા જિલ્‍લોઃ પાદરા ૬ મીમી (૦.૨૪ ઈંચ), વાઘોડિયા ૪ મીમી (૦.૧૬ ઈંચ), સિનર ૩ મીમી (૦.૧૨ ઈંચ), ડેસર ૨ મીમી (૦.૦૮ ઈંચ), વડોદરા ૨ મીમી (૦.૦૮ ઈંચ), સાવલી ૧ મીમી (૦.૦૪ ઈંચ).

જૂનાગઢ જિલ્‍લોઃ માળિયા હાટીના ૫ મીમી (૦.૨૦ ઈંચ), કેશોદ ૪ મીમી (૦.૧૬ ઈંચ), મેંદરડા ૪ મીમી (૦.૧૬ ઈંચ), જૂનાગઢ ૩ મીમી (૦.૧૨ ઈંચ), જૂનાગઢ શહેર ૩ મીમી (૦.૧૨ ઈંચ), માંગરોળ ૩ મીમી (૦.૧૨ ઈંચ), વંથલી ૧ મીમી (૦.૦૪ ઈંચ).

મહેસાણા જિલ્‍લોઃ મહેસાણા ૫ મીમી (૦.૨૦ ઈંચ), સતલાસણા ૩ મીમી (૦.૧૨ ઈંચ).

અરવલ્‍લી જિલ્‍લોઃ ભિલોડા ૪ મીમી (૦.૧૬ ઈંચ), સાઠંબા ૪ મીમી (૦.૧૬ ઈંચ), મોડાસા ૩ મીમી (૦.૧૨ ઈંચ), માલપુર ૨ મીમી (૦.૦૮ ઈંચ).

સાબરકાંઠા જિલ્‍લોઃ ખેડબ્રહ્મા ૪ મીમી (૦.૧૬ ઈંચ), હિમતનગર ૩ મીમી (૦.૧૨ ઈંચ), ઈડર ૩ મીમી (૦.૧૨ ઈંચ).

અમદાવાદ જિલ્‍લોઃ બાવળા ૪ મીમી (૦.૧૬ ઈંચ), અમદાવાદ શહેર ૩ મીમી (૦.૧૨ ઈંચ), ધોલેરા ૩ મીમી (૦.૧૨ ઈંચ).

ખેડા જિલ્‍લોઃ ફાગવેલ ૩ મીમી (૦.૧૨ ઈંચ), નડિયાદ ૨ મીમી (૦.૦૮ ઈંચ), મહેમદાબાદ ૧ મીમી (૦.૦૪ ઈંચ).

જામનગર જિલ્‍લોઃ જામજોધપુર ૫ મીમી (૦.૨૦ ઈંચ), જામનગર ૧ મીમી (૦.૦૪ ઈંચ). કચ્‍છ જિલ્‍લોઃ મુંદ્રા ૬ મીમી (૦.૨૪ ઈંચ).

દાહોદ જિલ્‍લોઃ સિગવડ ૨ મીમી (૦.૦૮ ઈંચ), ધાનપુર ૨ મીમી (૦.૦૮ ઈંચ), સુખસર ૧ મીમી (૦.૦૪ ઈંચ).

છોટાઉદેપુર જિલ્‍લોઃ નસવાડી ૨ મીમી (૦.૦૮ ઈંચ), કવાંટ ૨ મીમી (૦.૦૮ ઈંચ), બોડેલી ૧ મીમી (૦.૦૪ ઈંચ), સંખેડા ૧ મીમી (૦.૦૪ ઈંચ), કડવાલ ૧ મીમી (૦.૦૪ ઈંચ).

બોટાદ જિલ્‍લોઃ ગઢડા ૨ મીમી (૦.૦૮ ઈંચ), રાણપુર ૧ મીમી (૦.૦૪ ઈંચ).

પોરબંદર જિલ્‍લોઃ કુતિયાણા ૧ મીમી (૦.૦૪ ઈંચ).

ગાંધીનગર જિલ્‍લોઃ ગાંધીનગર ૧ મીમી (૦.૦૪ ઈંચ).

મોરબી જિલ્‍લોઃ મોરબી ૧ મીમી (૦.૦૪ ઈંચ) વરસાદ નોંધાયો છે

(12:17 PM IST)