News of Monday, 17th August 2026
સુરતના પાલ વિસ્તારમાં ગાર્ડેનિયા રો-હાઉસમાં પોલીસ કર્મચારી અને પાડોશી પરિવાર વચ્ચે મારામારી
વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી નરેશ ગઢવી સામે મારામારી અને દાદાગીરીના આક્ષેપો: વૃદ્ધ માતાને ધક્કો મારી નીચે પટકવામાં આવતા તેમને ઈજા થઈ

સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગાર્ડેનિયા રો-હાઉસમાં પોલીસ કર્મચારી અને પાડોશી પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી નરેશ ગઢવી સામે મારામારી અને દાદાગીરીના આક્ષેપો કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કાર પાર્કિંગ અને મેન્ટેનન્સના મુદ્દે પોલીસ કર્મચારી નરેશ ગઢવી અને પાડોશી પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ તકરાર ઉગ્ર બનતા મારામારી થઈ હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનામાં નિલેશ પટેલ, તેમની પત્ની અને 77 વર્ષીય માતા સાથે મારામારી કરવામાં આવી હોવાનો પરિવારનો આક્ષેપ છે.
પરિવારના આક્ષેપ મુજબ, મારામારી દરમિયાન વૃદ્ધ માતાને ધક્કો મારી નીચે પટકવામાં આવતા તેમને ઈજા થઈ હતી. સમગ્ર ઘટનાના વીડિયો પુરાવા પણ સામે આવ્યા છે, જેના આધારે પરિવાર દ્વારા પોલીસ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પરિવારનો વધુમાં આક્ષેપ છે કે પોલીસ કર્મચારી અવારનવાર સોસાયટીમાં દાદાગીરી કરતા હતા. ઘટનાને લઈને ભોગ બનનાર પરિવારે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરતાં પોલીસ કર્મચારી સામે કડક FIR નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
