<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ડભોઇ તાલુકામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી

કરનાળી, ચાણોદ, નંદેરીયા, શંકરપુરા, તેનતળાવ અને પીપરીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો

ડભોઇ તાલુકામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરોમાં વાવેલો પાક ખીલી ઉઠવાની આશા જાગી છે. ડભોઇ શહેરના મહુડી ભાગોળ, નવીનગરી, એસટી ડેપો રોડ, લાલ બજાર, ટાવર અને શિનોર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત કરનાળી, ચાણોદ, નંદેરીયા, શંકરપુરા, તેનતળાવ અને પીપરીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વરસાદનું આગમન થતાં વાવેલા પાકને જીવનદાન મળવાની આશા છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(12:43 PM IST)