News of Monday, 17th August 2026
બોલી ન શક્તિ ગુમ થયેલ સુરતની બાળકીને પોલિસે શોધી કાઢતા ભારે ભાવવાહી દ્રશ્યો સર્જાયા
Pi કે ડી. જાડેજાએ એ માસુમને ગોતવા, પોલિસ કાફલો, cctv ચેક કરવા ટીમો સાથે, સી ટીમો કામે લગાડેલઃ માતા, પિતાને પોલિસમા દેવદૂતના દર્શન થયા હોઈ તેવું વાતાવરણ સર્જાયું

રાજકોટ, તા.૧૭: સુરત અને સુરત રેન્જ હેઠળના પોલિસ મથકમાં માનવીય કાર્યની હોડ લાગી હોય તે રીતે પોલિસનું એક આગવું અને પ્રસંનીય રૂપ બહાર આવી રહ્યું છે. તાજેતરમા ૩ વર્ષની એક માસુમ બાળકી જેને બોલતા આવડતું ન હોય તે ગુમ થયેલ છે. આ પ્રકારનો PCR ને કોલ મળતા જ ઉકત બાળકીના માતા પિતા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી, માનવીય અભિગમ ધારાવતા પોલિસ ઇન્સ્પેક્ટર કે ડી. જાડેજા દ્રારા સર્વેલન્સ સ્ટાફ અને સી ટીમનો કાફલો ઉતારી દીધેલ.
માતા પિતાને સતત હિંમત પણ કે ડી.જાડેજા દ્રારા આપી હતી. રૂટ પરના cctv ચેક કરવા અલગ ટીમો બનાવી હતી. આખરે ગણતરીના કલાકોમા બાળકી શોઘી કાઢી, માતા, પિતાને સુપ્રત કરેલ, એ સમયે માતા, પિતાને pi કે ડી.જાડેજા અને ટીમમાં દેવદૂતના દર્શન થયેલ.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
