તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Monday, 17th August 2026
ગુજરાતમાં ર૦ર૪ બેચના ૭ પ્રોબેશનર IAS અધિકારીઓની આસિ.કલેકટર તરીકે નિમણુંકઃ રાજકોટમાં ઝારખંડના અતુલસિંહ
હવે અતુલસિંહ રાજકોટનો મેળો કરશે ધરમપુર, આણંદ, ભચાઉ, હિંમતનગર, જૂનાગઢ, મોડાસા માટે ઓર્ડરો થયા

ગાંધીનગર, તા. ૧૭: ગુજરાત કેડરના ૨૦૨૪ બેચના ૭ પ્રોબેશનર આઈએએસ (IAS) અધિકારીઓની ‘આઈએએસ પ્રોફેશનલ કોર્સ ફેઝ-૨' સફળતાપૂર્વક પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા આસિસ્ટન્ટ કલેક્ટર અને વિવિધ સબ-ડિવિઝનમાં પ્રાંત અધિકારી તરીકે નવી નિયુક્તિ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. અંજુ શર્મા દ્વારા રાજ્યપાલના આદેશથી નોટિફિકેશન (No. AIS/35.2026/35/Ser(I)) બહાર પાડવામાં આવ્યું છે.
અધિકારીઓ અને તેમની નિમણૂકના સ્થળોની વિગત
૧. મિસ રીતિકા આઈમાઃ પ્રાંત અધિકારી, ધરમપુર (જી. વલસાડ), ૨. મિસ અંજલિ અજય ઠાકુરઃ પ્રાંત અધિકારી, આણંદ, ૩. શ્રી અતુલ સિંહઃ પ્રાંત અધિકારી, રાજકોટ (સિટી-૧, જી. રાજકોટ), ૪. શ્રી અભિષેક પ્રમોદ તાલેઃ પ્રાંત અધિકારી, ભચાઉ (જી. કચ્છ), ૫. મિસ ધારાણી એમ.: પ્રાંત અધિકારી, હિંમતનગર (જી. સાબરકાંઠા), ૬. મિસ વળષાલી સંતરામ કાંબળેઃ પ્રાંત અધિકારી, જૂનાગઢ, ૭. મિસ નેહા બ્યાડવાલઃ પ્રાંત અધિકારી, મોડાસા (જી. અરવલ્લી).
તાલીમ પૂર્ણ કરી રહેલા ૨૦૨૪ બેચના આ તમામ યુવાન અધિકારીઓ હવે પોતાના નિયુક્ત સ્થળોએ આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારી તરીકેની વહીવટી જવાબદારીઓ સંભાળશે.
અત્રે એ નોંધનીય છે કે રાજકોટના સીટી પ્રાંત-૧ તરીકે મુકાયેલા આઇએએસ શ્રી અતુલસિંહ ઝારખંડના વતની છે, હવે તેઓ રાજકોટનો લોકમેળો કરશે
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
