News of Monday, 17th August 2026
ખેડૂતને ખાતર માટે લાઈન, પણ દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરીઃ ગેનીબેન ઠાકોર
કોંગ્રેસ સાંસદે કર્યા આકરા પ્રહારઃ જનતા રેડની ચિમકી

બનાસકાંઠાઃ ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાઓ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય (હાલ બનાસકાંઠાના સાંસદ) ગેનીબેન ઠાકોરે રાજ્યમાં કથિત રીતે વેચાતા ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સના મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપા) અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે.
સોશ્યલ મિડીમાં વાઇરલ થયેલા તેમના એક પ્રવચનમાં તેમણે સરકારની કથની અને કરણી વચ્ચેનો તફાવત ઉજાગર કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે દારૂ અને ડ્રગ્સના હપ્તા છેક ઉપર સુધી પહોંચે છે, જેના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે. આ ઉપરાંત, તેમણે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને અપીલ કરી હતી કે બુટલેગરોનું લિસ્ટ બનાવી સરકારને સોંપવામાં આવે અને જો કોઈ પગલાં ન લેવાય તો શ્નજનતા રેડઙ્ખ કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેનીબેન ઠાકોર અગાઉ પણ અનેકવાર બનાસકાંઠા અને ગુજરાતમાં દારૂના અડ્ડાઓ પર મહિલાઓ સાથે મળીને ‘જનતા રેડ' પાડી ચૂકયા છે. તેમનું આ ભાષણ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તથા ખેડૂતોની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને આપવામાં આવ્યું હતું.
ગેનીબેન ઠાકોરે જણાવેલ કે, ‘‘આમ તો ભારતીય જનતા પાર્ટી એ બોલે અને વર્તે એમાં જમીન આસમાનનો ફેર હોય છે. દેશના વડાપ્રધાન એ ડ્રગ્સ મુક્ત માટે કરીને એનું અભિયાન ચલાવે અને એમની પોતાની પોલીસને અભિયાનો ચલાવે. અને બનાસકાંઠા હોય કે દાંતા હોય તમે જુઓ તો યુરિયા ખાતર ખેડૂતોને ના મળે, એને લાઈનમાં ઊભું રહેવું પડે, પણ જો તમારે દારૂ ે, ડ્રગ્સ કે કોઈપણ કેફી પદાર્થો જોઇએ તો એની હોમ ડિલિવરી... ફોન કરોને તોય તમને સ્થળ ઉપર આપવા માટ ે આવે.
હું તો અમિતભાઈ ચાવડા ને સમગ્ર કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું કે સમગ્ર જિલ્લાના અને રાજ્યની અંદર દેશી દારૂના બુટલેગરો કેટલા છે, ઇંગ્લિશ દારૂના બુટલેગરો કેટલા છે, ડ્રગ્સ વેચવાવાળા કેટલા છે, આ બધાનું સર્વે કરાવો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો... એની યાદી બનાવે અને યાદી બનાવીને મોબાઈલ નંબર સાથે દેશના ગળહમંત્રીને અને રાજ્યના ગળહમંત્રીને એની કોપી આપો અને ધારાસભ્યોને બધા એક ડેલિગેશન જઈ અને એમને મુખ્યમંત્રીને મળો કે તમારા રાજ્યની અંદર આટલા દેશી દારૂના અડ્ડા છે, આટલા ઇંગ્લિશના અડ્ડા છે, આ તમે બંધ કરાવો અને બંધ નહિ કરાવો તો કોંગ્રેસ પાર્ટી એ જનતા રેડ પાડીને આ યુવાનોને બરબાદીથી બચાવવા માટેનું કામ કરશે.''
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
