તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 18th August 2026
૫૦ રૂપિયે કિલો વેચાતા કાશ્મીરી ગુલાબનો ભાવ ૨૫૦ રૂપિયે પહોંચ્યો
શ્રાવણ મહિનો, દશામાના વ્રત અને પ્રતિકૂળ હવામાનના લીધે ફૂલોના ભાવ આસમાને બજારમાં આવતા ફૂલોની આવક ઘટતા અને હવામાનની પ્રતિકૂળતા પણ ફૂલોના ભાવ વધારા માટે કારણભૂત ૩૦૦ રૂપિયે કિલો વેચાતી જુઇનો ભાવ ૧૨૦૦ રૂપિયા

વડોદરા,તા.૧૮: શ્રાવણ મહિનો દશામાના વતના લીધે સોમવારે શહેરના ફૂલ બજારમાં કાશ્મીરી ગુલાબ, જુઈ ગલગોટા અને સેવંતીના ફૂલના ભાવ આસમાને પહોંચ્યા હતા. જયારે ફૂલોની ખેતી કરનાર ખેડૂતોએ તહેવાર ઉપરાંત વાતાવરણની પ્રતિકૂળ અસરના લીધે ઉપજ ઓછી થવાનું કારણ ભાવ વધારા માટે જવાબદાર હોવાનું ગણાવ્યું હતુ. વડોદરા શહેરમાં કારશ્મીરી ગુલાબની આવક અંદાજે ૪૦૦૦ કિલો ઉપરાંતની છે. જયારે વાતાવરણની પ્રતિકૂળ અસરના લીધે કાશ્મીરી ગુલાબની ઉપજમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. શહેરમાં છેલ્લાં ચાર દિવસથી ગુલાબ ૧૫૦૦ થી ૨૦૦૦ કિલો આવી રહ્યો છે. આથી ગુલાબની કિમતમાં ભાવ વધારો નોંધાયો છે. જયારે આ ઉપરાંત કયારેક વરસાદ અને ગરમીના લીધે આ વાતાવરણની પ્રતિકૂળ અસરના લીધે ઉપજ થટતા તેની અસર પણ ભાવ ઉપર થઇ છે.
મોગરાની સિઝન માર્ચ થી જૂનના અંત સુધીની હોય છે. આથી મોગરાની સિઝન પૂરી થઈ ગઈ છે. જયારે જુઈના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. રૂપિયા ૨૫૦ થી રૂપિયા ૩૦૦ના ભાવે કિલો વેચાતી જૂઈનો ભાવ સોમવારે રૂપિયા ૧૨૦૦ ઉપર પહોંચ્યો હતો. જયારે રજનીગંધા કે જે પ્રતિકિલો રૂપિયા ૨૦ના ભાવે વેચાય છે. સોમવારે તેનો ભાવ વધીને રૂપિયા ૫૦ ઉપર પહોંચી ગયો હતો. પીળા અને લાળ ગલગોટા નો ભાવ કિલોના રૂપિયા ૧૦૦ પર પહોંચ્યો હતો. જયારે આ ગલગોટા સામાન્ય દિવસોમાં રૂપિયા ૩૦ થી ૫૦ના ભાવે વેચાતા હોય છે. આ ગલગોટા મોટાભાગે મહારાષ્ટ્રના નાસિક અને અલહાદનગરથી આવે છે. સેવંતીનો ભાવ કિલોના રૂપિયા ૧૫૦ પર પહોંચ્યો છે. સામાન્ય દિવસોમાં રૂપિયા ૫૦ થી ૭૦ના કિલોના ભાવે વેચાય છે. સેવંતી મધ્યપ્રદેશના રતલામ અને મહારાષ્ટ્રના નાસિક થી આવે છે.
ખેતરમાંથી ફૂલો વિણવા માટે મજૂરો પણ મળતા નથી
આ વર્ષે શહેર-જિલ્લામાં વરસાદ તેના નિર્ધારીત સમય કરતા મોડો શરૂ થયો છે. જયારે થોડાક સમય માટે વરસાદ સારો એવો વરસ્યો હતો.ત્યારબાદ વરસાદ ધીમી ધારે આવતો હોય છે. આ સમયે ખેતરમાંથી ફૂલો વિણવા જવા માટે મજુરો મળતા નથી. જયારે મજરો મળે ત્યારે તેઓને જે મજરી વધુ ચુકવવી પડે છે તેના લીધે પણ ભાવ વધી જાય છે. કાશ્મીરી ગુલાબ સહિતના ફુલોની ખેતીમાં ઉપજ ઓછી હોવાથી બહાર મોકલી શકાતા નહી હોવાથી પણ ફૂલોની ખેતી કરનાર ખેડૂતની આવક ઘટી જાય છે. દેશી ગુલાબની પાંદડીઓ એક દિવસમાંજ ખરી જાય છે. જયારે કાશ્મીરી ગુલાબ ચાર થી પાંચ દિવસ સુધીને રહે છે. ફુલના વેપારીઓ દેશી ગુલાબ એક દિવસમાં ના વેચાય તો ખોટ સહન કરવી પડતી હતી. જેની સામે કાશ્મીરી ગુલાબમાં તેનુ જોખમ ઓછું હોવાથી વેપારીઓ કાશ્મીરી ગુલાબની ખરીદી કરવા લાગ્યા છે.
કરજણ તાલુકામાંથી ગુલાબ રાજય અને તેની બહાર મોકલાય છે
કરજણ તાલુકાના કરજણ, કોઠીયા, નારેશ્વર, સાયર, રણાપુર, દિવેર સહિતના ગામોમા કાશ્મીરી ગુલાબની ખેતી ખુબજ થાય છે. વડોદરા શહેર-જિલ્લામાં ગુલાબની માંગને સતોષે છે. આ ઉપરાંત રાજયના સુરત, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, જયપુર, ઉદેપુર સહિતના શહેરોમાં કરજણ તાલુકાના ગુલાબ ઉગાડતા ખેડૂતોજ સીધોજ ગુલાબ વેચે છે. ફૂલોની ખેતી કરતા શીતલભાઈ પટેલે જણાવ્યું હતુ.(
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
