ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
એક દશકાથી ફરાર મૂળ બંગાળના આરોપી મનરૂલ સુધી અંતે પીસીબી ટીમે પહોંચી દબોચી લીધો
નો વોન્ટેડ ઈન સુરત ક્રાઇમઃ સીપી વાબાંગ ઝમીરના માર્ગદર્શનમાં સિનિયર pi આર. એસ. સુવેરાના નેતૃત્વમા વધુ એક યશશ્વી સિદ્ધિ મેળવી : Psi એસ. આર. પટેલ, ASI જનાર્દન હરિચરણ, સહદેવભાઈ વરવાભાઇ, અને હરસુખભાઇ મોહનભાઇની જહેમત ફળીઃ શહેર, જિલ્લાંના વોન્ટેડ પકડવા પીસીબી pi દ્વારા આખા લિસ્ટનો અભ્યાસઃ હજુ વધુ પકડવા તજવીજ

રાજકોટ તા.૧૮: રાજકોટ શહેર પોલીસ કમિશનર વંબાગ ઝમીરના માર્ગદર્શનમાં ચાલતી ‘વોન્ટેડ ઈન સુરત ક્રાઇમ' અભિયાન અંતર્ગત પીસીબી બ્રાન્ચના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. સુવેરાની જાગળતિ અને નેતળત્વ હેઠળની ટીમને વધુ એક યશસ્વી સિદ્ધિ મળી છે.
અનુભવી પીસીબી પીઆઈ આર. એસ. સુવેરાએ શહેર જિલ્લાના વોન્ટેડ આરોપીઓનું લિસ્ટ મંગાવી તેમની શોધખોળ માટે વિવિધ ટીમો બનાવી અને ટેક્રિકલ સર્વેલન્સ કામે લગાડેલ. જેના ભાગરૂપે પીસીબીના પી.એસ.આઈ એસ.આર. પટેલ, એ.એસ.આઈ જનાર્દન હરિચરણ, એ.એસ.આઈ સહદેવભાઈ વરવાભાઈ અને એ.એસ.આઈ હરસુખભાઈ મોહનભાઈની ટીમે બાતમીના આધારે કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન મૂળ પヘમિ બંગાળના અને છેલ્લા એક દશકાથી વોન્ટેડ આરોપી મુનરૂલ ઉર્ફે મનરૂલ હરૂન મંડલ (ઉ.વ.૪૩), રહે.પ્લોટ નં.૩૦૦૧, હાઉસીંગ બોર્ડ, પાંચવટી સોસાયટી પાસે, પાંડેસરા સુરત શહેર મુળ રહે.માહેશપુર ગામ, થાના મેમરી, પોસ્ટઃ સુતલા, જી.વર્ધમાન, વેસ્ટ બંગાળ વાળાને આબાદ ઉઠાવી લેવામાં પીસીબીને સફળતા મળી છે.
આરોપી ચોકબજાર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૩/૨૦૧૯ ઈ.પી.કો. કલમ - ૩૦૭, ૩૮૪, ૩૮૭, ૧૧૪, ૩૪ તથા આર્મ્સ એક્ટ કલમ - ૨૫(૧)એ અને જી.પી.એક્ટ કલમ - ૧૩૫ મુજબના ગુનામાં નાસતો-ફરતો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
