News of Tuesday, 18th August 2026
નવસારીમાં મધદરિયે બોટમાં ફસાયેલા 9 માછીમારોનું સફળ રેસ્ક્યૂ કરાયું
પાણીનો પંપ બંધ થઈ જતાં બોટમાં પાણી ભરાવા લાગ્યું: કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ 9 માછીમારોને સહીસલામત બહાર કાઢ્યા

નવસારીમાં મધદરિયે બોટમાં ફસાયેલા 9 માછીમારોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પાણીનો પંપ બંધ થઈ જતાં બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને બોટ ડૂબવાની સ્થિતિમાં આવી હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા તંત્રએ તાત્કાલિક કોસ્ટ ગાર્ડ સાથે સંકલન કર્યું હતું. ત્યારબાદ કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ 9 માછીમારોને સહીસલામત બહાર કાઢ્યા હતા. સમયસર મળેલી મદદના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
