<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે પરિવાર સાથે અંબાજી મંદિર પહોંચ્યા : માતાજીના દર્શન કર્યા

મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું. અક્ષર પટેલે શ્રી યંત્ર અને ભૈરવજી મંદિરના દર્શન કર્યા તેમજ ભટ્ટજી મહારાજની ગાદી પર આશીર્વાદ લીધ: પ્રશંસકોએ પણ ક્રિકેટર સાથે ફોટા પડાવી ઉત્સાહ વ્યક્ત કર્યો

ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી. અક્ષર પટેલ પોતાના પરિવાર સાથે અંબાજી પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રિકેટરને જોવા માટે પ્રશંસકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

અક્ષર પટેલે માતા-પિતા, પત્ની અને પુત્ર સાથે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા. પરિવાર સાથે તેમણે શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. અંબાજી મંદિર પહોંચેલા ક્રિકેટરનો પરિવાર પણ ધાર્મિક માહોલમાં જોડાયો હતો. દર્શન દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

 

 

માતાજીના દર્શન બાદ અક્ષર પટેલને મહારાજ દ્વારા ચુંદડી સાથે આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે મંદિરની પરંપરાગત ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. અક્ષર પટેલે ભક્તિભાવ સાથે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

 

 

અક્ષર પટેલે માત્ર મુખ્ય મંદિરના દર્શન જ નહીં, પરંતુ અંબાજી મંદિર પરિસરમાં આવેલા શ્રી યંત્ર અને ભૈરવજી મંદિરના પણ દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજા કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા.

 

(6:54 PM IST)