News of Tuesday, 18th August 2026
ભરૂચમાં પાવરગ્રીડ લાઈનના વિરોધમાં હાંસોટ, અંકલેશ્વર, જંબુસર, આમોદ અને વાગરા પંથકના ખેડૂતોની ટ્રેક્ટર રેલી
ટ્રેક્ટર રેલી કાઢી ભરૂચ કલેક્ટરને રજૂઆત માટે ખેડૂતો પહોંચે એ પહેલા રેલીને વચ્ચે જ પોલીસે અટકાવતા ખેડૂતોમાં રોષનો માહોલ:ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે નવો પરિપત્ર કાઢીને માત્ર છેતરવાનો પ્રયાસ કર્યો

ભરૂચમાં પાવરગ્રીડ લાઈનના વિરોધમાં હાંસોટ, અંકલેશ્વર, જંબુસર, આમોદ અને વાગરા પંથકના ખેડૂતોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે. ટ્રેક્ટર રેલી કાઢી ભરૂચ કલેક્ટરને રજૂઆત માટે ખેડૂતો પહોંચવાના હતા. જો કે આ રેલીને વચ્ચે જ પોલીસે અટકાવતા ખેડૂતોમાં રોષનો માહોલ છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે નવો પરિપત્ર કાઢીને માત્ર છેતરવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં “આ ખેડૂતો અને વીજ કંપની વચ્ચેનો મામલો છે. સરકાર શા માટે વચ્ચે પડી રહી છે” તે અંગે પણ ખેડૂતોએ સવાલ ઊઠાવ્યા છે. અને વિવિધ માગ તેમજ પોતાના હક્કને લઈને વિરોધ પ્રદર્શિત કર્યો છે
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
