News of Tuesday, 18th August 2026
ડુમ્મસ વિસ્તારમાં ગોલ્ડ સાઈડ પાસે કન્ટેનર ટ્રક ડ્રાઈવરની કેબીનના ચોરખાનામાંથી વિદેશી સ્કોચ વહીસ્કીની 288 બોટલ સહીત 16 લાખથી વધુના મુદામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ
હરીયાણા ખાતેના ટ્રક માલીકે ટ્રકની ડ્રાયવર કેબીનની છત ઉપર બનાવેલ ચોર ખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપેલ

સુરત: સુરત ક્રાઇમ બ્રાન્ચે ડુમસ વિસ્તારમાં આવેલ ગોલ્ફ સાઇડ પાસે નહેર વાળા રસ્તા ઉપરથી કન્ટેઇનર ટ્રકની ડ્રાયવર કેબીનમાં બનાવેલ ચોરખાના માંથી વિદેશી સ્કોચ વ્હીસ્કીની બોટલ નંગ-288 તથા અન્ય મુદ્દામાલ સહીત કુલ્લે કીં.રૂ!. 16,25,612/- ની મત્તા સાથે ટ્રક ચાલક ડ્રાયવરને ઝડપી લીધો છે
પવિત્ર શ્રાવણ માસ અન્વયે પોલીસ કમિશનર, સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર, ક્રાઇમ નાઓએ સુરત શહેર વિસ્તારમાં ગેર કાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતા તથા વેચાણ કરતા શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ આદેશ અન્વયે નાયબ પોલીસ કમિશનર, ક્રાઇમ તથા મદદનીશ પોલીસ કમિશનર, ક્રાઇમ નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.બી. પો.સ્ટે. નાઓના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પો.સ્ટે.ના અધિકારીઓ ટીમના પોલીસ માણસો સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ક્રાઇમબ્રાંચની ટીમને મળેલ બાતમી હકીકત આધારે ડ્રમસ, ગોલ્ફ સાઇડ પાસે નહેર વાળા રસ્તા ઉપરથી કન્ટેઇનર ટ્રક રજીસ્ટ્રેશન નંબર- UK07CD4970 ના ચાલકને ઝડપી પાડી ટ્રકની ઝડતી કરતા ડ્રાયવર કેબીન તથા ડ્રાયવર કેબીનની છત ઉપર બનાવેલ ચોર ખાના માંથી ભારતીય બનાવટની ઇમ્પોર્ટેડ સ્કોચ વ્હીસ્કીની બાટલી નંગ-288 કુલ્લે કી.રૂ!.6,00,612/- ની મત્તા સાથે ટ્રક ચાલક ડ્રાયવર આરોપી ચાંદ સતનારાયણ ભારદ્વાજ (ઉ.વ.૨૭ ) ( રહે,ગામ-ડાહર, થાના-ઇશરાના, જી.પાનીપત. હરીયાણા વાળા) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની પુછપરછમાં હરીયાણા ખાતેના ટ્રક માલીકે ટ્રકની ડ્રાયવર કેબીનની છત ઉપર બનાવેલ ચોર ખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપેલ હતો
અને ટ્રક માલીકે આપેલ લોકેશન મુજબ આરોપી ગુનાવાળી જગ્યા ઉપર આવી માલ મંગાવનાર શખ્શની રાહ જોઇ રહેલ હતો તે દરમ્યાન ક્રાઈમબ્રાંચની ટીમને મળેલ બાતમી હકીકત આધારે આરોપીને ઝડપી પાડી ટ્રકની ડ્રાયવર કેબીન માંથી ઉપરોક્ત વિદેશી સ્કોચ વ્હીસ્કીનો ગેર કાયદેસરનો જથ્થો તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ ટ્રક અને આઇફોન મોબાઇલ ફોન સહીત કુલ્લે કી.રૂ!. 16,25,612/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી હરીયાણા ખાતેથી માલ મોકલનાર તથા સુરત ખાતે માલ મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. મજકુર પકડાયેલ આરોપીના દિન-૩ ના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવી ક્રાઈમબ્રાંચ દ્વારા આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
રજીસ્ટર કરવામાં આવેલ ગુન્હો :ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ-સી-ગુ.ર.નંબર-૧૧૨૧૦૦૧૫૨૬૦૧૨૨/૨૦૨૬ ધી ગુજરાત નશાબંધી સુધારા અધિનીયમ-૨૦૧૭ ની કલમ- ૬૫(એ), (ઈ), ૮૧, ૯૮(૨) મુજબ.
પકડાયેલ આરોપીનું નામ ચાંદ સતનારાયણ ભારદ્વાજ, ઉ.વ.૨૭, રહેવાસી-ગામ-ડાહર, થાના-ઇશરાના, જી.પાનીપત. હરીયાણા.
કબ્જે લેવામાં આવેલ મુદ્દામાલ:-
[૧] ભારતીય બનાવટના વિદેશી દારૂની ઇમ્પોર્ટેડ બાટલી કુલ નંગ-288 કુલ કી.રૂ!. 6,00,612/-
[૨] અશોક લેલન્ડ કંપની ની ટ્રક રજીસ્ટ્રેશન નંબર-UK07CD4970 કી.રૂ!.10,00,000/-
[3] એપલ આઇફોન-15 કી.રૂ!.25000/- મળી કુલ્લે કિ.રૂ. 16,25,612/- ની મત્તાના મુદ્દામાલ
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
