News of Wednesday, 19th August 2026
થરાદ કલેકટર કચેરીએ ધરણાં પર બેઠેલ એક વ્યક્તિની તબિયત લથડી
ધરણાં સમયે તબિયત બગડતા 108ની મારફતે યુવકને સારવાર અર્થે ખસેડાયો

થરાદ કલેકટર કચેરીએ ધરણાં પર બેઠેલ એક વ્યક્તિની તબિયત લથડી હતી .ધરણાં સમયે તબિયત બગડતા 108ની મારફતે યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો .થરાદની સરકારી હોસ્પિટલમાં યુવકને સારવાર માટે ખસેડાયો છે .મોરીખા ગામના યુવકની હત્યા મામલે બે દિવસથી પરિવાર અને સમાજના લોકો ધરણા પર બેઠા છે કલેકટર કચેરીએ બે દિવસથી ધરણાં છતાં કોઈ આશ્વાશન આપવા ન આવતા ભારે આક્રોશ.દલિત સમાજના લોકોનો જવાબદારો સામે આક્રોશ વધુ ઉગ્ર બન્યો ન્યાય નહી મળે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખશે
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
