તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Wednesday, 19th August 2026
શિકલીગર ગેંગના આરોપીઓ આ રીતે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી
DR રિપોર્ટના તમામ રિમાર્ક્સની ચકાસણી કરતા સીબીઆઇ બેક ગ્રાઉન્ડ ધરાવતા સીપીને તૂરંત ઝબકારો થયો કે, ખૂખાર ગેંગ વડોદરા સહીત સાઉથ ગુજરાતમાં એક્ટિવ બની છે પોલિસ કમિશનર નરસિંહમાં કોમાર, જેસીપી નીલેશ જાજડીયા, ડીસીપી હિમાંશું વર્માના માર્ગદર્શનમાં મોટી સફળતા મળી

રાજકોટ, તા. ૧૯: રાજ્ય પોલિસ તંત્રમા સ્વચ્છ છબી સાથે CBI બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા પોલિસ કમિશનર નરસિંહમા કોમાર શહેરમા બનતી તમામ ઘટનાઓનો ડેઇલી રિપોર્ટ મંગાવી તેનો અભ્યાસ કરી, ર્માકિંગ કરી તે બાબતના નિકાલ કરવાની કાર્યવાહી શરુ કરે છે.
તેમના ધ્યાનમાં કેટલીક ચોરીની ઘટનાઓ પ્રકાશમા આવી. આ કોઈ ગેંગનું કળત્ય હોવાનું તેમને સમજતા વાર ન લાગી. ચોરીઓના મુદામાલની કોલમમાં દાગીનાનો ઉલ્લેખ હોવાથી માનવીય અભિગમ ધરાવતા આ સિનિયર IPS ને એ સમજતા વાર ન લાગી કે આવી ઘટનાઓથી કોઈ સામાન્ય પરિવારના પુત્ર-પુત્રીના લગ્ન પ્રસંગ અટકી પડે.
આવી ગંભીરતા સમજી જોઇન્ટ પોલિસ કમિશનર નિલેશ જાજડીયા, ડીસીપી ક્રાઇમ હિમાંશુ વર્મા સાથે ચર્ચા કરી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી. ક્રાઇમ બ્રાન્ચે ૧૭ જેટલી ચોરીનો ભેદ ખોલી ‘સિકલીગર ગેંગ'ને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ઇન્ચાર્જ એસીપી ડી. જે. ચાવર્ડાંના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ. એમ. ગામેતી, પીઆઇ ડી. જે. ચુડાસમા અને પીઆઇ આર. એસ. ગોહિલની રાહબરી હેઠળ પીઆઇ બી. એચ. સી. ડી. યાદવ, પીઆઇ એચ. એ. રાઠવા અને પીઆઇ એસ. ટી. સાંકુરની ટીમે દરજીપુરા એરફોર્સ સ્ટેશનની સામે ખુલ્લા મેદાનમાંથી ૪ આરોપીને હોન્ડા શાઇન મોટરસાઇકલ સાથે ઝડપી પાડયા.
પકડાયેલ આરોપીઓના નામઃ ૧. રોહીત ઉર્ફે મચ્છર રાજુસિંગ માનસિંગ બાવરી (સિકલીગર) રહે. એકતાનગર, આજવારોડ, વડોદરા, ૨. બાદલસિંગ ધનસિંગ માનસિંગ બાવરી (સિકલીગર) રહે. એકતાનગર, આજવારોડ, વડોદરા, ૩. કરનલસિંગ જશપાલસિંગ માધુસિંગ ટાંક રહે. ૨૮૦ સ્વપ્ન ક્વાર્ટર્સ, સંગમ, વડોદરા, ૪. કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર કિશોર. આરોપીઓ પાસેથી ત્રણ મોબાઇલ ફોન, સોનાચાંદીના દાગીના, ૩ કાંડા ઘડિયાળ અને રોકડ રૂપિયા ૫,૬૦૦/- કબજે કરવામાં આવ્યા.
વધુ પૂછપરછમાં આરોપીઓએ વડોદરાના જ.પી.રોડ, નંદેસરી, બાપોદ, છાણી, ફતેગંજ, સમા, ગોરવા, અકોટા, કપુરાઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ કુલ ૧૭ અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુના કબુલ્યા. આરોપીઓ રાત્રીના સમયે મો.સા.પર નીકળી બંધ મકાનોને ટાર્ગેટ કરી તાળા-નકુચા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરતા હતા.
કબજે કરાયેલ મુદામાલઃ સોનાના દાગીનાઃ ચેઇન નંગ-૦૧, બુટ્ટી જોડ-૦૨, ચેઇન-૦૨, મંગળસુત્ર-૦૧, વીંટી-૦૩, પેન્ડલ-૦૧, પેન્ડલ-૦૪, ચાંદીના દાગીનાઃ ચેઇન-૧૦, કડલી-૦૨, ચાંદીની પાયલ જોડ-૧, ચોરસો નંગ-૧, પાયલ નંગ-૩, ચાંદીની પાયલોની જોડ-૧૪, પેયા-૦૨, કંકરી-૦૧, બ્રેસલેટ-૦૧, કડલી જોડ-૦૨, ચેઇન-૦૧, લક્કી-૦૧, કડા-૦૪, ચાંદીના કડા-૦૪, અન્યઃ કાંડા ઘડિયાળ નંગ-૦૩, વિવિધ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૩ તમામ મુદામાલની કુલ કિંમત રૂપિયા ૧૧,૪૫,૨૨૬/- થાય છે. આગળની વધુ તપાસ માટે આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
