<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

મહિસાગરના બાલાસિનોરમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ

અમદાવાદી ઢાળથી ફગવા નાકા સુધીના વિસ્તારમાં એક હજારથી વધુ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ

મહિસાગરના બાલાસિનોરમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. અમદાવાદી ઢાળથી ફગવા નાકા સુધીના વિસ્તારમાં એક હજારથી વધુ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બુલડોઝર મારફતે કાચા-પાકા દબાણો હટાવવામાં આવી રહ્યા છે. દુકાનદારો દ્વારા કરાયેલા દબાણના કારણે અમદાવાદ-મહિસાગર મુખ્ય માર્ગ પર વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો મળી હતી. જેને પગલે તંત્ર દ્વારા કાર્યવાહી કરી માર્ગ પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.

(7:35 PM IST)