News of Wednesday, 19th August 2026
મોડાસાની સહયોગ ચોકડી પાસે નોકરીએ જતી યુવતીની છેડતી કરનાર બે આરોપીઓને પોલીસે દબોચી લીધા
CCTV ફૂટેજની મદદથી પોલીસે મકસુદ પઠાણ અને આદીલ શેખની ધરપકડ કરી:બંને પૈકી એક રીક્ષાચાલક:પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી વધુ તપાસ હાથ ધરી

મોડાસામાં નોકરીએ જતી યુવતીની છેડતીની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી છે. સહયોગ ચોકડી પાસે યુવતીની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ બાદ મોડાસા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. યુવતીની છેડતી કરનાર પૈકી એક આરોપી રીક્ષાચાલક હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એક યુવક પણ આ ઘટનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, યુવતી નોકરી પર જવા માટે જઈ રહી હતી ત્યારે મોડાસાની સહયોગ ચોકડી પાસે બે યુવકોએ તેની છેડતી કરી હતી. ઘટનાને પગલે યુવતીમાં ભયભીત થઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. યુવતી દ્વારા આપવામાં આવેલી વિગતોના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી.
પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી. CCTV ફૂટેજના આધારે પોલીસને શંકાસ્પદ યુવકો અંગે મહત્વની કડીઓ મળી હતી. ટેકનિકલ અને સ્થાનિક તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આ કેસમાં મકસુદ પઠાણ અને આદીલ શેખ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બંનેની સંડોવણી હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ઘટનાસ્થળે જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું. પોલીસ દ્વારા ઘટનાક્રમને સમજવા માટે આરોપીઓ પાસેથી વિગતો મેળવવામાં આવી. CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. યુવતીની સુરક્ષા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
