News of Thursday, 20th August 2026
હીરામણી શાળાના વિદ્યાર્થીઓએ કુસ્તીમાં મેડલ જીત્યા

રાજકોટઃ અખિલ ભારતીય શાળાકીય SGFI રમતોની અન્ડર-૧૪-૧૭-૧૯ ભાઈઓ / બહેનોની કુસ્તીનું જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ-ખોખરા ખાતે કરવામાં આવ્યું હતું. અમદાવાદથી, હીરામણિ સ્કૂલનાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ૧૩ ગોલ્ડ મેડલ, ૯ સિલ્વર મેડલ અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવી હીરામણિ સ્કૂલનું ગૌરવ વધારેલ છે. ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીઓ રાજ્યકક્ષાએ રમવા જશે. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન, મેનેજિગ ટ્રસ્ટી ડો.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવતભાઈ અમીન, આચાર્યશ્રી ભાગ્યેશભાઈ જોષી, આચાર્યાશ્રી ભારતીબેન મિશ્રાએ ખેલાડીઓ અને વ્યાયામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
